Western Times News

Gujarati News

બાળકોના સ્વાસ્થ્ય ઉપર સ્માર્ટફોનની ખરાબ અસર

નવી દિલ્હી, કબીર દાસનો એક દોહો છે કે- અતિ કા ભલા ન બોલના, અતિ કી ભલી ન ચૂપ, અતિ કા ભલા ન બરસના, અતિ કી ભલી ન ધૂપ. આ દોહો સ્માર્ટફોનના ઉપયોગના મામલામાં આ દોહો એકદમ ફિટ બેસે છે. આજના સમયમાં સ્માર્ટફોન ઉપયોગની અતિ થઈ રહી છે, જે તમને બીમાર બનાવી રહી છે. Bad effect of smartphones on children’s health

જેમ પરમાણુ બોમ્બની સાઇડ ઇફેક્ટ આજે પણ હિરોસિમા અને નાગાશાકીના બાળકોમાં જાેઈ શકાય છે. આવી સ્માર્ટફોનની સાઇડ ઇફેક્ટ છે, જે બાળકોને માનસિક, શારીરિક રીતે નુકસાન પહોંચાડી રહ્યો છે. તેની અસર બાળકોની આખી જિંદગીમાં જાેવા મળે છે. ઈન્ડિયન સ્પીચ એન્ડ હિયરિંગ એસોસિએશન એટલે કે ISHAએ હેલ્થ પાર્લિયામેન્ટની સાથે મળીને એક ડોર ટૂ ડોર સર્વે કર્યો છે. તેમાં દિલ્હી એનસીઆર અને જમ્મુ-કાશ્મીરના બાળકોને સામેલ કરવામાં આવ્યો છે.

આ સર્વે રિપોર્ટથી ખુલાસો થયો છે કે સ્માર્ટફોનનો જરૂર કરતા વધુ ઉપયોગને કારણે બાળકોમાં સાંભળવાનો ડિસઓર્ડર થઈ રહ્યો છે. સંક્ષેપમાં કહો તો બાળકોમાં બહેરાપનની બીમારી ઝડપથી વધી રહી છે. સામાન્ય રીતે દરેક ઉંમરના લોકોમાં સાઉન્ડ ડિસઓર્ડરની સમસ્યા ઝડપથી દેખાઈ રહી છે.

સામાન્ય રીતે દરેક ઉંમર વર્ગના લોકોમાં સાઉન્ડ ડિસઓર્ડરની સમસ્યા જાેવા મળી રહી છે. પરંતુ ખાસ કરીને બાળકોમાં તેના ઝડપથી ફેલાવાના પ્રમાણ મળી રહ્યાં છે.

આ છે ડિસઓર્ડરનું કારણ
• રિપોર્ટ પ્રમાણે દિલ્હીના 6-12 વર્ષના 42.4 ટકા બાળકો આ બીમારીનો શિકાર બની રહ્યાં છે.
• તો 13-18 વર્ષના 31.1 ટકા બાળકોમાં સાઉન્ડ ડિસઓર્ડર થઈ ચુક્યો છે.
• તો 0-5 વર્ષના બાળકોમાં સ્માર્ટફોનના ઉપયોગને કારણે લેંગ્વેજ ડિસઓર્ડર થઈ ચુક્યો છે.
• આ ડિસઓર્ડર 0-5 વર્ષના 69 ટકા બાળકોમાં જાેવામાં આવ્યો છે. જ્યારે 13-18 વર્ષના ૪૮.૨ ટકા બાળકોમાં ડિસઓર્ડર જાેવા મળી રહ્યો છે.
• તો 19-25 વર્ષના બાળકોમાં વોઇસ ડિસઓર્ડરની સમસ્યા ૧૧૭ ટકા છે, જ્યારે 13-18 વર્ષના બાળકોમાં આંકડો ૧૧.૬ ટકા છે.
• કાશ્મીરમાં ૫૭.૬ ટકા મહિલાઓ અને ૪૨.૪ ટકા પુરૂષોમાં કમ્યુનિકેશન ડિસઓર્ડર થયો છે. તો કાશ્મીરમાં ૬૬.૪ ટકા મેલ અને ૩૩.૬ ટકા મહિલાઓમાં સમસ્યા જાેવા મળી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.