Western Times News

Gujarati News

અબુધાબીના બે પેસેન્જરોએ વિઝ એરની ફ્લાઈટમાં ધમાલ કરતા અમદાવાદમાં ઇમર્જન્સી લેન્ડિંગ

નવી દિલ્હી, એરલાઈનમાં મુસાફરોની ગેરવર્તણૂકના કિસ્સા કેટલીય વાર બન્યા છે. ક્યારેક કોઈ પેસેન્જર દારુના નશામાં અભદ્ર વર્તન કરે કે હોબાળો મચાવે તો વળી કોઈ પેસેન્જર નજીવી બાબતે કેબિન ક્રૂ સાથે ઝઘડી પડે, તો ક્યારેક બે પેસેન્જરો વચ્ચે બબાલ થઈ જાય છે. Emergency landing in Ahmedabad after two passengers quarreled in a Wizz Air flight

જેના લીધે ફ્લાઈટમાં રહેલા બીજા પેસેન્જરોને પણ હેરાન થવાનો વારો આવે છે અને તેમની મુસાફરી બગડે છે. આવી જ વધુ એક ઘટના સામે આવી છે. હંગેરિયન એરલાઈન વિઝ એરની ફ્લાઈટમાં બે પેસેન્જરો વચ્ચે ઝઘડો થતાં ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ અમદાવાદમાં કરવું પડ્યું હતું.

અબુધાબીથી માલદીવ્સના શહેર મેલ જઈ રહેલી ફ્લાઈટમાં બે પેસેન્જરો વચ્ચે બબાલ થઈ હતી. પરિસ્થિતિ વણસતાં કેબિન ક્રૂ એ બંને પેસેન્જરોને શાંત કરાવવાની કોશિશ કરી ત્યારે તેઓ ક્રૂ સાથે પણ ઝઘડી પડ્યા હતા. પાઈલટે આ બંને પેસેન્જરોને નિરંકુશ અને તોફાની ગણાવીને ફ્લાઈટ અમદાવાદ ડાઈવર્ટ કરી હતી.

એર ટ્રાફિક કંટ્રોલ પાસેથી પરવાનગી મળ્યા બાદ ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી. અન્ય પેસેન્જરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બંને ઉદ્દંડ મુસાફરોને અમદાવાદ એરપોર્ટ પર ઉતારી દેવાયા હતા અને ત્યાર પછી ફ્લાઈટ મેલ જવા રવાના થઈ હતી.

આ બંને પેસેન્જરોને બાદમાં અબુધાબી પાછા મોકલી દેવાયા હતા. “આ ઘટના ચેતવણીરૂપ કિસ્સો છે તેમ કહી શકાય. પેસેન્જરોએ શિષ્ટાચાર જાળવવો જાેઈએ. બાથરૂમમાં સ્મોકિંગ અથવા તો ક્રૂ મેમ્બર્સ સાથે ખરાબ વર્તણૂક જેવી હરકતો કરવાથી બચવું જાેઈએ”, તેમ એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું.

ફ્લાઈટનું વાતાવરણ ડોહળનારા આ પેસેન્જરો વિશે વાત કરીએ તો, ૩૬ વર્ષીય અલી અહેમદ અલ હબીબી યુએઈનો રહેવાસી છે અને મહા અલી હેમદ આમિર અલ હબીબી ૨૮ વર્ષનો છે.

કોઈ મુદ્દે બંને વચ્ચે થયેલી અસંમતીએ ગંભીર ઝઘડાનું રૂપ ધારણ કર્યું હતું. બંને વચ્ચેના ઝઘડાને શાંત કરાવવાનો ક્રૂ મેમ્બર્સે પૂરતો પ્રયાસ કર્યો હતો પરંતુ દારુ પીને છાકટા થયેલા આ બંનેમાંથી એકેય નમતું જાેખવા કે ક્રૂ મેમ્બરની વાત સાંભળવા તૈયાર નહોતા.

પરિસ્થિતિની ગંભીરતાને જાેતાં પાયલટે આ બંને પેસેન્જરોને ઉતારી દેવાનો ર્નિણય કર્યો. અમદાવાદ એરપોર્ટ નજીક હોવાથી તેણે ત્યાંના ATCનો સંપર્ક કર્યો અને ફ્લાઈટ લેન્ડ કરવાની મંજૂરી માગી. સાંજે ૬.૩૦ કલાકે ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી અને સુરક્ષાકર્મીઓએ તરત જ સ્થિતિ સંભાળી હતી. બંને મુસાફરોને અમદાવાદ એરપોર્ટ પર જ રહેવાની સૂચના અપાઈ હતી જ્યારે ફ્લાઈટ ગંતવ્ય સ્થાને જવા રવાના થઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.