Western Times News

Gujarati News

અંકિતા લોખંડેએ દિવંગત પિતા માટે લખી ભાવુક કરનારી વાત

મુંબઈ, ૧૨ ઓગસ્ટના રોજ ‘પવિત્ર રિશ્તા’ ફેમ અંકિતા લોખંડેના પિતા શશીકાંત લોખંડેનું નિધન થયું હતું. તેમની ઉંમર ૬૮ વર્ષ હતી અને તેઓ ઘણા લાંબા સમયથી બીમાર હતા. ૧૫મી ઓગસ્ટે પિતાને યાદ કરતાં એક્ટ્રેસે એક સ્પેશિયલ પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમની પરિવાર સાથેની કેટલીક યાદોની તસવીરો હતી.

આ સાથે તેણે પિતાના નિધન બાદ પરિવારના સભ્યો અને મિત્રો પાસેથી તેમના વિશે કેટલું બધું જાણવા મળ્યું તેનો ઉલ્લેખ કર્યો હતો. તેણે લખ્યું હતું ‘હેલ્લો ડેડી, હું તમને શબ્દોમાં વર્ણવી શકુ તેમ નથી પરંતુ હું તેમ કહેવા માગુ છું કે, મેં મારા જીવનમાં ક્યારેય પણ આટલી મજબૂત, એનર્જેટિક અને અદ્દભુત વ્યક્તિ જાેઈ નથી’.

આગળ તેણે લખ્યું હતું ‘જ્યારે તમે અમને છોડીને ગયા ત્યારે તમારા વિશે વધારે જાણવા મળ્યું. દરેક વ્યક્તિ જે તમને મળવા આવતી હતી, તેમણે તમારા વખાણ કર્યા હતા, જેમ કે તમે કેવી રીતે દરરોજ તેમને ગુડ મોર્નિંગના મેસેજ મોકલતા હતા, કેવી રીતે તમને તેમની યાદ આવતી તો વીડિયો કોલ કરતા હતા. તમે દરેક વ્યક્તિ સાથેના દરેક સંબંધોને જીવંત રાખ્યા હતા. અને હવે મને ખબર પડી કે હું કેમ આવી છું. તે તમારા કારણે છે પા’.

પોસ્ટમાં અંકિતાએ શેર કર્યું હતું કે, કેવી રીતે તે તેના પિતા પાસેથી ઘણું શીખી છે અને કેવી રીતે પોતાની માતા સાથે તેમની દેખરેખ કરવી તેની આદત બની ગઈ હતી. તેણે લખ્યું કે, તેમની સંભાળ રાખવાનું તેને યાદ આવશે કારણ કે તેઓ તેની દુનિયાના કેન્દ્ર હતા. એક્ટ્રેસે ઉમેર્યું હતું કે ‘તમે મને શ્રેષ્ઠ જીવન આપ્યું, શ્રેષ્ઠ યાદો આપી અને સંબંધોની મજબૂત સમજણશક્તિ આપી.

તમે મને ગિવ અપ ન કરવાનું શીખવ્યું હતું. રાજાઓની જેમ મને જીવન જીવતા શીખવ્યું અને તમે મને હંમેશા ઉડવા માટે પાંખો આપી પા અને હું તમને વચન આપું છું કે ક્યારેય પણ તમને નિરાશ નહીં થવા દઉ કારણ કે તમે મારા જીવનનો હંમેશા માટે ભાગ રહેશો. હું કૃતજ્ઞ છું કે મને તમારી સાથે રહેવાની અને દરરોજ તમારી સંભાળ રાખવાની તક મળી.

તમને અમને ખડેપગે રાખતા હતા તેથી છેલ્લા ત્રણ દિવસથી સવારે ઉઠીને હવે અમે શું કરીશું તેવું હું અને મમ્મી વિચારીએ છીએ. પપ્પાનું જમવાનું, પપ્પા માટે ફ્રૂટ, પપ્પા માટે નાસ્તો પરંતુ હવે અમારી પાસે કરવા માટે કંઈ નથી કારણ કે તમે અમને છોડીને જતા રહ્યા છો’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.