Western Times News

Gujarati News

GSRTC દ્વારા ૫૦૦ બસો રક્ષાબંધનના દિવસે વધારાની મુકવામાં આવશે

GSRTC st bus gujarat

પ્રતિકાત્મક

(એજન્સી)ગાંધીનગર, રક્ષાબંધનના તહેવારને લઈને ગુજરાત વાહન વ્યવહાર વિભાગ સજ્જ બન્યું છે. રક્ષાબંધનને લઈને જીએસઆરટીસી દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તહેવારને કારણે બસમાં ભીડને જાેતા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્ષે ૫૦૦ બસો રક્ષાબંધનના દિવસે વધારાની મુકવામાં આવશે. જે રાજ્યભરમાં ૨૦૦૦થી વધુ ટ્રીપ લેશે. ગત વર્ષે રક્ષાબંધનના દિવસે ૪૦૦ બસોની ૧૫૦૦ ટ્રીપની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વધારાની બસ ૨૮થી ૯ સપ્ટેમ્બર સુધી સેવા આપશે. આ સાથે જાે કોઈ ગ્રુપ ફરવા માટે બુકીંગ કરાવશે તો તે માટેની પણ સુવિધા જીએસઆરટીસી આપશે.

રક્ષાબંધનના તહેવાર દરમિયાન વધારાની બસોના સંચાલન થકી એસટી નિગમ અંદાજે ૮૦ લાખથી વધુનો લક્ષ્યાંક રાખી રહ્યું છે. ગયા વર્ષે રક્ષાબંધનના તહેવાર દરમિયાન ૫૦૦ જેટલી વધારાની બસ થકી ૨૦૦૦ જેટલી ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેનાથી નિગમને ૮૦ લાખની આવક થઈ હતી.

મોટા શહેરો એટલે કે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા ઉપરાંત મહત્વના બસ સ્ટેન્ડ પરથી સૌરાષ્ટ્ર તરફ મધ્ય ગુજરાત તરફ મુસાફરનો ધસારો વધારે જાેવા મળતો હોય છે. ચાલુ વર્ષે રક્ષાબંધનના તહેવાર દરમિયાન રજાનો માહોલ છે. ત્યારે લોકો વતન તરફ પણ નાના-મોટા ફરવાના અથવા તો યાત્રાધામ જવા માટે એસ. ટી બસનો ઉપયોગ કરતા હોય છે.

દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો શુભ તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન ૩૦ અને ૩૧ ઓગસ્ટ ૨૦૨૩ બંનેના રોજ ઉજવવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.