Western Times News

Gujarati News

૯ મહિનાનું બાળક રમકડાના મોબાઈલનું LED બલ્બ ગળી ગયું….!!

અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ અત્યંત જટિલ સર્જરી દ્વારા બાળકના ફેફસામાંથી એલઈડી બલ્બ દૂર કર્યો

નાના બાળકોથી ટાંકણી, સોંય, સિક્કા જેવા પદાર્થો દૂર રાખવાની સલાહ આપતા સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જાેશી

અમદાવાદ, બાળકોના ઉછેરમાં માતા-પિતા અથવા વાલીએ ખૂબ જ તકેદારી રાખવાની જરુર છે.બાળકને જ્યારે દાંત આવતા હોય તેવા કિસ્સામાં ખાસ કરીને બાળક જે વસ્તુ હાથમાં આવે તે મોંઢામાં નાખતા હોય છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો સમક્ષ એક ચોંકાવનાર કેસ સામે આવ્યો. મધ્યપ્રદેશના રતલામનું માત્ર નવ મહિનાનું બાળક રમકડાનો મોબાઇલ રમતા- રમતા એલઈડી બલ્બ ગળી ગયું. જેના કારણે શ્વાસોશ્વાસમા તકલીફ વધતા તેણે સ્થાનિક ડોક્ટર પાસે લઈ જવાયો. 9 months old baby swallowed the LED bulb of a toy mobile….!!

અચાનક શ્વાસોશ્વાસ વધવાથી X-Ray કરાવ્યો ત્યારે તેમાંજમણાં ફેફસામાં કંઈક ફોરેન બોડી પડ્યું હોવાનું દેખાઇ આવ્યું. જે ફક્ત સર્જરી કરીને જ બહાર કાઢવું શક્ય હતું.જેથી રતલામના તબીબોએ આ બાળકને બાળરોગ સર્જરીના નિષ્ણાત તબીબ પાસે લઈ જવા કહ્યું.

આ બાળકના પિતા હસરત અલીના એક મિત્ર અમદાવાદ રહે છે. તેમને જ્યારે આ ઘટનાની જાણ થઇ ત્યારે તેઓએ સત્વરે બાળકને લઈને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ આવવા કહ્યું. બાળકના માતા-પિતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા. અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ બાળકનું ફરી વખત એક્સ-રે કર્યું ત્યાંરે તેના ફેફસામાં પીન આકારનું ફોરેન બોડી દેખાયું.

આ ફોરેન બોડીના સચોટ નિદાન માટે બાળકની બ્રોકોસ્કોપી એટલે કે દૂરબીન વડે ફેફસાની તપાસ કરવામાં આવી.શ્વાસનળીની અંદર ફોરેન બોડી દેખાઈ પરંતુ એને પકડી શકાય તેમ હતું નહીં. ખૂબ જ સોજાે અને વધારે પડતાં રક્તસ્ત્રાવ હોવાથી પહેલો પ્રયત્ન નિષ્ફળ રહ્યો.

ચાર દિવસ પછી બીજાે પ્રયત્ન કરવામાં આવ્યો અને બીજા પ્રયત્નમાં સફળતા મળી . બીજા પ્રયત્નમાં ફોરેન બોડી એક એલઈડી બલ્બ નીકળ્યો છે ફોટોમાં જાેઈ શકાય છે. એક રમકડાનો મોબાઇલ જેમાં એન્ટીના જેવું જે દેખાય છે જ્યાં લાઈટ થતી હોય છે. બાળકે રમતા રમતા એ લાઈટનો છેડો તોડી દીધો હશે અને પછી મોઢામાં નાખવાથી એ એલઈડી બલ્બ એની શ્વાસનળીમાં ઉતરી ગયો.

બાળરોગ સર્જરી વિભાગના વડા અને સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ રાકેશ જાેશી અને ડૉ. કલ્પેશની ટીમ દ્વારા ભારે જહેમતના અંતે સર્જરી કરીને એલઈડી બલ્બ કાઢી નાખવામાં આવ્યો. ડોક્ટર ભાવના અને ડોક્ટર નમ્રતાની ટીમે એનેસ્થેસ્થિયા આપવામાં ભાગ ભજવ્યો. સર્જરી બાદ આ પરિવાર ખુબ ખુશ થઈને મધ્યપ્રદેશ પાછો ગયો .

બાળક હાલ એકદમ સ્વસ્થ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા અને સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જાેશીએ નાના બાળકોથી ટાંકણી, સોંય, સિક્કા, જેવા પદાર્થો દૂર રાખવાની સલાહ રાજ્યના દરેક માતા-પિતા અને વાલીઓને આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.