Western Times News

Gujarati News

મહિલા ખેલાડી તેમજ પુરુષ ખેલાડીને સરખું સન્માન મળશે

રમત ગમત મંત્રી હર્ષ સંઘવીની મોટી જાહેરાત

(એજન્સી)અમદાવાદ, આગામી સમયમાં ઓલમ્પિક આવે તે પહેલાં ગુજરાત સરકારનું મોટું પગલું ભર્યું છે, આ સાથે રમત ગમત મંત્રી હર્ષ સંઘવીની મોટી જાહેરાત, મહિલા ખેલાડી અને પુરુષ ખેલાડીને સરખુ સન્માન મળશે,જાે કોઈ ખેલાડી કોઈ સ્પર્ધા જીતે તો બંને ને સરખું સન્માન આપવા કહ્યું છે, પહેલા જ્યારે પણ કોઈ સ્પોર્ટસ ઈવેન્ટ યોજાતી તો પુરુષને અલગ રકમ સન્માન અને મહિલાને અલગ સન્માન અપાતું હતું .

મુળ ગુજરાતના વતની હોય તેવા ખેલાડીઓ માટે ઃ-
– ઓલિમ્પિક રમતોત્સવના કોઇપણ મેડલ વિજેતા તેમજ એશિયાન ગેમ્સના સુવર્ણપદક વિજેતા ગુજરાતના ખેલાડીઓને વર્ગ-૧ અધિકારી તરીકે નિમણુંક
– એશિયાન ગેમ્સમાં સિલ્ર અથવા બ્રોન્ઝ મેડલ વિજેતા ગુજરાતના ખેલાડીઓને વર્ગ-ર અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવે છે.

– સરકારમાં થતી ગૃપ-સી ની કુલ ભરતીમાં લાયક ખેલાડીઓ માટે ર ટકા અનામત રાખવામાં આવે છે.

ઓલિમ્પિક ગેમ્સ ગોલ્ડ મેડા લિસ્ટને ૫ કરોડ આપવામાં આવે છે.સિલ્વર મેડાલિસ્ટને ૩ કરોડ આપવામાં આવે છે, બ્રોન્ઝ વિજેતાને ૨ કરોડ રુપિયા આપવામાં આવે છે.એશિયાન ગેમ્સ વિજેતા ખેલાડીઓને ક્રમશ પ્રથમ નંબર પર ૧ કરોડ, ત્યારબાદ સિલ્વર મેડાલિસ્ટને ૧ કરોડ અને બ્રોન્ઝ મેડાલિસ્ટને ૨૫ લાખ રુપિયા આપવામાં આવે છે.

ડબલ્સ જેવી ઇવેન્ટમાં અથવા બે ખેલાડીઓની ટીમમાં વિજેતા થનારને વ્યક્તિગત રોકડ પુરસ્કારની ૫૦% રકમ અને ટીમ ઇવેન્ટમાં વ્યક્તિગત રોકડ પુરસ્કારની ૩૩% રકમ આપવામાં આવશે. ગયા વર્ષે જાપાનના ટોક્યોમાં રમાયેલી પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસમાં ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યો હતો. ભાવિના પટેલની આ ઐતિહાસિક સિદ્ધી બાદ તેમના ગુજરાત સરકારે જાહેરાત કરી હતી કે ભાવિના પટેલને ૩ કરોડ રૂપિયા પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.