Western Times News

Gujarati News

ઓલિમ્પિક રમાડવા ગુજરાતના 33 જગ્યાની પસંદગી કરાઈઃ 17 અમદાવાદના

ઓલિમ્પિક રમાડવા ગુજરાતનો થનગનાટ -ગેમ્સ રમાડવા અંગે ૩૩ જગ્યાની કરાઈ પસંદગી

(એજન્સી)અમદાવાદ, ઓલિમ્પક ૨૦૩૬ ગુજરાતમાં યોજાશે એ નક્કી છે. ગુજરાત હવે ઓલિમ્પિકની તૈયારીમાં લાગી ગયું છે. ગુજરાતના આંગણે હવે ઓલિમ્પિક રમાશે. ત્યારે ગુજરાતમાં આ માટે આલિશાન તૈયારીઓ આરંભી દેવાઈ છે. ઓલિમ્પિક ૨૦૩૬ માટે એસપીવને ગોલિમ્પિક નામ આપવામાં આવ્યું છે. એટલુ જ નહિ, અહી ત્રણ હજાર મકાનોનું ભવ્ય ગામ બનશે.

ત્યારે ગુજરાતમાં કયા જગ્યાએ ઓલિમ્પિક યોજાશે તે માટે તૈયારી ચાલી રહી છે. ગુજરાતમાં ઓલિમ્પિક યોજવાના લક્ષ્ય સાથે ૩૩ સ્થળો નક્કી કરાયા છે.

ગુજરાતમાં ઓલિમ્પિક રમતોની ઉજવણી ક્યા થઈ શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા કામગીરી શરૂ કરાઈ છે. ગુજરાતમાં ઓલિમ્પિક રમતોની શક્યતાને પગલે ૩૩ સ્થળોની પસંદગી કરાઈ છે. જેમાંથી ૧૭ સ્પોટ અમદાવાદમાં છે. તો ૬ સ્પોટ ગાંધીનગરમાં છે. બાકીના સ્પોટ રાજ્યમાં અન્ય સ્થળોએ છે.

આ ૩૩ સંભવિત સ્પોટ્‌સ પર સિંગલ સ્પોર્ટસ માટે ૨૨ અને મલ્ટી સ્પોર્ટસ માટે ૧૧ સ્થળ પસંદ કરાયા છે. આ ૩૩ સ્થળો માટે પહેલા ૧૩૧ સાઈટ્‌સનું મૂલ્યાંકન કરાયુ હતું. જેમાં સ્થળ સુધી પહોંચવાની કનેક્ટિવિટી, ક્ષમતા, લેગસી સંભવિત, વિસ્તરણ ક્ષમતા અને ઓવરલે સંભવિત જેવા માપદંડોના આધારે ૫૬ સાઈટ્‌સ પર વિસ્તૃત મૂલ્યાંકન કરવામાં આવ્યુ હતું. જેના પર ચર્ચા વિચારણના અંતે ૩૩ સાઈટ્‌સની પસંદગી કરવામાં આવી હતી.

૨૦૩૬ માં ઓલિમ્પિક રમવા માટે અમદાવાદ યજમાન બનવા માટે તલપાપડ બની રહ્યું છે. માત્ર ઓલિમ્પિક જ નહિ, ૨૦૨૬-૨૦૩૦ ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ, ૨૦૩૦ માં સમર યૂથ ઓલિમ્પિક્સ અને ૨૦૩૩ માં એશિયન યુથ ગેમ્સ માટે પણ અમદાવાદ યજમાન બની શકે છે. ગોલિમ્પિક અંતર્ગત અમદાવાદમાં ૩ હજાર મકાનોનું એક ગામ ઉભું કરવામાં આવશે. જે મોટેરા પાસે તૈયાર થશે.

કુલ ૨૩૬ એકરમાં આ ગામ બનીને તૈયાર થશે. મીટિંગમાં સ્પોર્ટસ એન્ક્‌લેવનો માસ્ટર પ્લાન પણ રજૂ કરાયો હતો. સાથે જ ગોલિમ્પિક જીઁફ નું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે.

હવે પછી આ દ્વારા જ ઓલિમ્પિક ગેમ્સના આયોજન અને અમલીકરણ થશે. આ બેઠકમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આકાર લઈ રહેલા સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટસ એન્ક્‌લેવના માસ્ટર પ્લાનનું બેઠકમાં પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જે ઓલિમ્પિકની તમામ રમતોનું મુખ્ય કેન્દ્ર બની રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.