Western Times News

Gujarati News

નશામાં ધૂત યુવતીને રોકતાં પોલિસ કર્મીને થપ્પડો મારી

(એજન્સી)વડોદરા, હજી બે અઠવાડિયા પહેલા જ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે. એમ.એમ. હોસ્ટેલમાં યુનિ. વિજિલન્સે દરોડા પાડ્યા હતા. ત્રણ વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા હોવાનો મેસેજ મળતાં ટીમ એમ.એસ.હોલ દોડી આવી હતી.

જાેકે વિદ્યાર્થીઓને ગંધ આવતા ભાગી છૂટ્યા હતા. ત્યારે ફરી એકવાર સંસ્કારી નગરીના સંસ્કાર લજવાય તેવી ઘટના બની છે. વડોદરામાં નશામાં ધૂત એક યુવતીએ જાહેરમાં પોલીસ કર્મચારીઓ સાથે ગાળાગાળી કરી હતી. એટલુ જ નહિ, તે નશામાં એવુ ભાન ભૂલી કે, તેણે પોલીસ કર્મીને થપ્પડ લગાવી હતી. Video a drunk woman creating ruckus on street in Vadodara, Gujarat.

વડોદરાના ગોત્રી વિસ્તારમાં એક યુવતીને કારણે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. નશામાં ધૂત યુવતીએ પોલીસ સાથે બબાલ કરી હતી. રાત્રે બંદોબસ્તમાં હાજર પોલીસ કર્મીઓએ કાર રોકતા યુવતી રોષે ભરાઈ હતી. યુવતી નશામાં ધૂત હતી. તેથી તેણે પોલીસ કર્મીઓ સાથે જાહેરમાં ગાળાગાળી કરી હતી.

એટલુ જ નહિ, યુવતીએ પોલીસ સાથે ગાળાગાળી કરી જમાદારને થપ્પડ મારી દીધી હતી. યુવતીએ પોલીસને કહ્યું કે, મારો વીડિયો ઉતારી લો, ને થાય તે કરી લો. આ બાદ ગોત્રી પોલીસે બેફામ બનેલી યુવતીની અટકાયત કરી હતી. નશામાં ધૂત યુવતી ના કારનામા બાદ વડોદરા પોલીસ આવી હરકતમાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.