Western Times News

Gujarati News

મોંઘવારી વચ્ચે SBI આપી રહી છે સસ્તી હોમ લોન

નવી દિલ્હી, ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBIએ તેના ગ્રાહકોને ઓછા વ્યાજે હોમ લોન આપી છે. ગ્રાહકો પાસે ઓછા વ્યાજે હોમ લોન કન્સેશન લેવાની આજની તક છે. જાે તમે પણ SBI પાસેથી હોમ લોન લેવા માંગો છો, તો તમે હોમ લોનના વ્યાજ પર 55 bps સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

પ્રોસેસિંગ ફી અને હોમ લોન કન્સેશન માટેની છેલ્લી તારીખ ૩૧ ઓગસ્ટ ૨૦૨૩ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ અનુસાર પ્રોસેસિંગ ફી પર ૫૦ થી ૧૦૦ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ રેગ્યુલર હોમ લોન, ફ્લેક્સીપે, NRI અને નોન-સેલેરી હોમ લોન પર આપવામાં આવી રહ્યું છે.

બેંક અનુસાર, તમામ HAL અને ટોપ અપ વર્ઝન માટે કાર્ડ રેટમાં ૫૦ ટકા (લોન રકમના ૦.૩૫ ટકા ગણા ૫૦ ટકા)ની છૂટ આપવામાં આવી છે અને આ છૂટ ૩૧ ઓગસ્ટ ૨૦૨૩ સુધી રહેશે. આ સિવાય GSTમાં પણ છૂટ આપવામાં આવશે. ટેકઓવર, રિસેલ અને રેડી ટુ મૂવ હોમ પર ૧૦૦% પ્રોસેસિંગ ફી માફી આપવામાં આવશે. જાે કે, ઇન્સ્ટા હોમ ટોપ અપ, રિવર્સ મોર્ટગેજ અને EMD માટે કોઈ છૂટ નથી. આના પર લોનની રકમના ૦.૩૫% પ્રોસેસિંગ ફી વસૂલવામાં આવશે.

આના પર GST પણ લાગુ થશે અને તેના પર ઓછામાં ઓછો ૨,૦૦૦ રૂપિયા વત્તા ય્જી્‌ અને વધુમાં વધુ ૧૦,૦૦૦ રૂપિયા વત્તા GST લાગશે. જાે CIBIL સ્કોર ૭૫૦-૮૦૦ અને તેથી વધુ છે, તો ડિસ્કાઉન્ટ વિના વ્યાજ ૯.૧૫% છે અને ૪૫ હ્વॅજ ડિસ્કાઉન્ટ પછી અસરકારક વ્યાજ દર ૮.૭૦% છે. તે જ સમયે, ૬૫૦ – ૬૯૯ CIBIL સ્કોર પર ૦.૩૦ ટકાની વ્યાજ છૂટ આપવામાં આવી રહી છે, જેના પછી નવો દર ૯.૧૫ ટકા થશે, જ્યારે ૫૫૦ – ૬૪૯ વચ્ચેના CIBIL સ્કોર પર, લોન ૯.૬૫ ટકાના રિબેટ પર ઉપલબ્ધ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.