Western Times News

Gujarati News

ભાઈએ અબજો રૂપિયામાં એરપોર્ટ વેચી નાખ્યું

નવી દિલ્હી, નાઈજીરિયાના ઈમૈનુએલ નુડેના નામે નોંધાયેલ છે દુનિયાની બેન્કીંગ ઈતિહાસમાં સૌથી મોટા સ્કેમનો રેકોર્ડ. તેની આગળ ઈરાકી સેન્ટ્રલ બેન્કને લુટનારા ક્યૂસે હુસેન અને બેરિંગ્સ બેન્ક લુટનારા નિક લીસન તેની આગળ છે.

અબગાનાના ઓવેલે નામથી પ્રસિદ્ધ ઈમૈનુઅલ ન્યૂડ ઓડિનિગ્વેએ બ્રાઝિલના સાઓ પાઉલોમાં આવેલી બેન્ક નોરોએસ્ટેના ડિરેક્ટર નેલ્સન સાકાગુચીને ખુદને નાઈજીરિયાની સેન્ટ્રલ બેન્કના અધ્યક્ષ બતાવીને ૨૪૨ મિલિયન ડોલરનો ચૂનો લગાવી દીધો. ઈમૈનુઅલે પોતાના આ સ્કૈમને અંજામ આપવા માટે મેન પાવરનો પણ ઉપયોગ કર્યો.

તેણે એક કપલ કિશ્ચિયન ઈકેચુકુ અનાઝેમ્બા અને અમાકા અનાઝેમ્બા સાથે સાથે ઈમૈનુઅલ ઓફોલૂ, નઝેરિબે ઓકોલી અને ઓબમ ઓસાકવેને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા.

આ બધાએ મળીને ઈન્ટરનેશનલ બેન્કને ચૂનો લગાવ્યો. પોતાની જાતને નાઈજીરિયાના સેન્ટ્રલ બેન્કના અધ્યક્ષ ગણાવતા ઈમેનુઅલના બ્રાજીલના ડિરેક્ટર નેલ્સન સાકાગુચીને પોતાના દેશમાં એરપોર્ટ બનાવવામાં મદદ કરવાની અવેજમાં ૧૦ ટકા કમીશન આપવાનું વચન આપ્યું અને રોકાણ માટે રાજી કરી લીધા.

ઈમૈનુએલ અને નેલ્સન સાકાગુચી વચ્ચે કુલ કરાર ૨૪૨ મિલિયન ડોલર (૨૦ અબજ રૂપિયા)નો થયો હતો. તેમાંથી ૧૯૧ મિલિયન ડોલર રોકડા અને બાકીની રકમ ૧૯૯૫થી ૧૯૯૮ની વચ્ચે વ્યાજ સહિત આપવાની હતી. પણ ખુલાસો ત્યારે થયો, જ્યારે એક સ્પેનિશ મલ્ટીનેશનલ કંપની બ્રાઝિલની બેન્ક બેંકો નોરોએસ્ટે અધિગ્રહણ માટે લીધી. જાણવા મળ્યું કે, આ બેન્કના કુલ મૂડીનો અડધો ભાગ ગાયબ છે. ત્યારે તેની તપાસ શરુ થી અને પકડમાં આવ્યા ઈમૈનુએલ નુડે.

બ્રાઝિલ, બ્રિટેન, નાઈઝીરિયા, સ્વિટ્‌ઝરલેન્ડ અને સંયુક્ત રાજ્ય અમેરિકામાં સ્પેશિયલ ક્રાઈમ ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું. નાઈઝીરિયામાં ઈમૈનુએલ નુડેની શોધ કરવામાં આવી. ન્યૂયોર્કના જાેન એફ કેનેડી એરપોર્ટ પર ઈમૈનુઅલ નુડેની ધરપકડ કરીને છેતરપીંડીથી સંબંધિત આરોપ પર કેસ ચલાવવા માટે સ્વિટ્‌ઝરલેન્ડ લઈ જવામાં આવ્યો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.