Western Times News

Gujarati News

કેટલાક પાકિસ્તાની પ્રશંસકો ભારત વિરોધી નારા લગાવી રહ્યા હતા: ગંભીર

નવી દિલ્હી, પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં ભારત-નેપાળ મેચ દરમિયાન ગૌતમ ગંભીરે ચાહકોને મિડલ ફિંગર બતાવી હતી. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

ગૌતમ ગંભીરને સોશિયલ મીડિયા પર આકરી ટીકાનો સામનો કરવુ પડ્યું હતું. જાે કે, હવે ગૌતમ ગંભીરે પોતે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અંગે ખુલાસો કર્યો છે.

ગંભીરે આખી ઘટના જણાવી હતી. ગૌતમ ગંભીરે પોતાની સ્પષ્ટતામાં કહ્યું હતું કે હું જ્યારે બહાર નીકળી રહ્યો હતો ત્યારે મેદાનમાં હાજર કેટલાક પાકિસ્તાની પ્રશંસકો ભારત વિરોધી નારા લગાવી રહ્યા હતા. જેનો મેં માત્ર જવાબ આપ્યો છે. ગૌતમ ગંભીરના જણાવ્યા અનુસાર, ભારત વિરોધી નારાઓ સિવાય પાકિસ્તાની પ્રશંસકો કાશ્મીરને લઈને નારા લગાવી રહ્યા હતા, ત્યારબાદ તેણે તે લોકોને જવાબ આપ્યો હતો.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે કહ્યું કે જાે કોઈ ભારત વિરોધી નારા લગાવશે અથવા ભારત વિરુદ્ધ વાત કરશે તો હું ચોક્કસ જવાબ આપીશ. જાે કે ગૌતમ ગંભીરનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ગૌતમ ગંભીરના વાયરલ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. નોંધનીય છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો ગૌતમ ગંભીરનો આ વીડિયો ભારત-નેપાળ મેચ દરમિયાનનો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.