Western Times News

Gujarati News

19 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી વલ્લભ વિદ્યાનગર ખાતે ગર્લ્સ હોસ્ટેલ

પ્રતિકાત્મક

આધુનિક સાધનો સાથેની ૧૧૭ રૂમોવાળી ૩પ૦ બેઠકો (એ.સી. તથા નોન એ.સી રૂમો)ની ક્ષમતા ધરાવતી બહેનોની આ હોસ્ટેલ

વલ્લભ વિદ્યાનગર ખાતે ગર્લ્સ હોસ્ટેલ ભવનનું ઉદ્‌ઘાટન

(પ્રતિનિધિ) આણંદ, ચારુતર વિદ્યામંડળ ધ્વારા વલ્લભ વિદ્યાનગર ખાતે અત્યંત આધુનિક સુવિધા સાથેની ગર્લ્સ હોસ્ટેલ ભવન (રાણક-૧)નું ઉદ્‌ઘાટન મુખ્ય અતિથિ શ્રીમતી તરુણાબેન પ્રયાસ્વીન પટેલના વરદ હસ્તે શનિવાર તા.ર.૯.ર૦ર૩ના રોજ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બ્ર.કુ.જાગૃતિબેન, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય તથા માનનીય હંસાબેન દવે અને માનનીય જશવંતીબેન દેસાઈ, ગુણાતીત જયોત અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહયા હતા અને હોસ્ટેલમાં રહેનાર વિદ્યાર્થીનીઓને તેઓના આર્શીવચન પાઠવ્યા હતા.

અંદાજીત ૧૯ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ આ ગર્લ્સ હોસ્ટેલ ભવન (રાણક-૧)ના વિશાળ બિલ્ડીંગમાં અત્યંત આધુનિક સાધનો સાથેની ૧૧૭ રૂમોવાળી ૩પ૦ બેઠકો (એ.સી. તથા નોન એ.સી રૂમો)ની ક્ષમતા ધરાવતી બહેનોની આ હોસ્ટેલમાં ડાઈનીંગ હોલ, લાયબ્રેરી, સીસીટીવી કેમેરા, વાઈ-ફાઈ સુવિધા, લીફટ, સીકયુરીટી ર૪ કલાક, ઈન્ડોર અને આઉટડોર રમતો સાથેનું કેમ્પસ સાથેનું બિલ્ડીંગ તૈયાર કરવામાં આવેલ છે.

આ ઉદ્‌ઘાટન સમારોહ પ્રસંગે ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ સીવીએમ યુનિવર્સિટીના પ્રમુખ એન્જિ. ભીખુભાઈ બી. પટેલ, ચારુતર વિદ્યામંડળના ઉપપ્રમુખ મનીષભાઈ પટેલ, માનદ મંત્રી ડો. એસ.જી. પટેલ, સહમંત્રીઓ રમેશ તલાટી, મેહુલ ડી. પટેલ, વિશાલ એચ. પટેલ, સરદાર પટેલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર

પ્રો. (ડો.) નિરંજનભાઈ પી. પટેલ અને રજીસ્ટ્રારશ્રી ડો. ભાઈલાલભાઈ પી. પટેલ. સીવીએમ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. હિમાંશુ સોની તથા સીવીએમ યુનિવર્સિટીના પદાધિકારીઓ, ચારુતર વિદ્યામંડળના કાઉન્સિલ સભ્યશ્રીઓ, આમંત્રિત મહેમાનો, ચારુતર વિદ્યામંડળ સંચાલિત શાળાઓ/ કોલેજાે/ સંસ્થાઓ તથા સીવીએમ યુનિવર્સિટી ઘટક કોલેજાેના આચાર્ય/ વડાઓ, કર્મચારીગણ ઉપસ્થિત રહયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.