Western Times News

Gujarati News

દહેજ સ્થિત અદાણી પોર્ટ સંકટ સમયે જોખમ ખેડી બિરલા જેટીની વહારે!

DHIL ખાતે અણધાર્યા સંજોગોને કારણે અનલોડિંગ સિસ્ટમમાં ખામી આવી જતા કટોકટી સર્જાઈ હતી.

APDPL ખાતે સૌ પ્રથમવાર કોપર વેસલને બર્થ કરાવવા એડીચોટીનું જોર લગાવ્યું!    

અદાણી જૂથ હંમેશા તેની આસપાસના ઉદ્યોગો માટે સંકટ સમયે સાંકળ બની ઉભું રહે છે. તાજેતરમાં તેનું જીવંત ઉદાહરણ દહેજ ખાતે જોવા મળ્યું. અદાણી પેટ્રોનેટ દહેજ પોર્ટ લિમિટેડે (APDPL) મુસીબતમાં મદદ કરી સાચા ઉદ્યોગ મિત્રનો ધર્મ નિભાવ્યો છે. વાસ્તવમાં APDPL ખાતે સૌ પ્રથમવાર કોપર વેસલને જોખમ ખેડી મેન્યુલ બર્થ કરવામાં આવ્યું હતું.

એ પણ એવી કટોકટીના સમયે જ્યારે નિર્ધારીત જેટી પરની સિસ્ટમ ખોટકાતા તેને બર્થ કરવા માટેની કોઈ સંભાવનાઓ જ ન હતી.

દહેજમાં બિરલા જેટી તરીકે ઓળખાતું DHIL એક બર્થ ધરાવે છે. DHIL ખાતે અણધાર્યા સંજોગોને કારણે અનલોડિંગ સિસ્ટમમાં ખામી આવી જતા કટોકટી સર્જાઈ હતી. તેવા સમયે 20484 MT કોપર વહન કરતા વેસલને બર્થ કરવા અદાણી પોર્ટનો સંપર્ક કર્યો હતો.

જો કે અગાઉ ક્યારેય આવા વેસલ હેન્ડલ કરવાનો નહિવત અનુભવ હોવા છતાં APDPL સંકટ સમયે મદદરૂપ થવા તાબડતોબ તેમની પડખે ઉભું રહ્યું. અદાણી પોર્ટ દહેજ દ્વારા એડીચોટીનું જોર લગાવી કોપર કોન્સન્ટ્રેટ કાર્ગો સફળતાપૂર્વક હેન્ડલ કરવામાં આવ્યો હતો.

આ કોપર કાર્ગો હેન્ડલીંગ અનેક જોખમોથી ભરેલું હતું. અગાઉ APDPL દ્વારા કોપર કાર્ગોને ક્યારેય હેન્ડલ કરવામાં આવ્યું ન હતું. વળી APDPL પોર્ટ પર અનલોડિંગ સિસ્ટમ ઓવરલોડ થવાની પૂરેપૂરી સંભાવના હતી. તે માટે ક્રેન ઓપરેટરો દ્વારા પ્રત્યેક ક્રેન ચક્રની કાળજી રાખવામાં આવી હતી.

એટલું જ નહીં,  ઉતારવામાં આવેલા કાર્ગોમાં ભેજનું  પ્રમાણ (8.5%) વધુ હતું.  આ તમામ પડકારો હોવા છતાં કોઈ સ્ટોપેજ કે વિલંબ વિના કાર્ગોનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું. DHIL ટીમે મેન્યુઅલ કાર્ગો હેન્ડલિંગની ભારોભાર પ્રશંસા કરી હતી.

APDPL દ્વારા કોપર કાર્ગોના હેન્ડલિંગ સાથે સ્થાનિક પોર્ટ બિઝનેસમાં વધુ એક સિદ્ધિ પ્રસ્થાપિત કરી છે. અદાણી પોર્ટ્સ દરેક પ્રકારની સેવાઓમાં અગ્રેસર રહે અને વ્યવસાયિકોને વેપારમાં મદદરૂપ બની રહે તેમાટે સતત પ્રયત્નશીલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.