Western Times News

Gujarati News

તહેવારોની સિઝનમાં SUV ગાડીઓની માંગમા ઉછાળો જોવા મળ્યો

પ્રતિકાત્મક

કેપરી લોન્સ વેન્ચરના કારલેલોએ તહેવારોમાં એસયુવી કાર્સનો ટ્રેન્ડ અનુભવ્યો

દિલ્હી, તહેવારની સિઝનમાં ઉત્સાહભેર પ્રવેશ કરતાં અગ્રણી ઓનલાઇન ન્યુ કાર બાઇંગ પ્લેટફોર્મ કારલેલો (કેપરી લોન વેન્ચર)એ એસયુવીની માગમાં ઉછાળો જોયો છે. આ ટ્રેન્ડમાં મારૂતિ સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હ્યુન્ડાઇ, હોન્ડા, કિયા, ટાટા, ટોયોટા અને એમજી જેવી બ્રાન્ડ્સ તેમની વિશિષ્ટ ઓળખ સ્થાપિત કરવા સજ્જ છે.  CarLelo, A Capri Loans Venture observes a trend of SUV cars this festive

આ ઉપરાંત ક્રેટા, બ્રેઝા, ગ્રાન્ડ વિટારા, જિમ્મી, અર્બન ક્રુઝર હાઇરાઇડર અને થાર જેવાં મોડલ્સની મજબૂત માગ જોવા મળી રહી છે તથા તેમની કેટેગરીમાં ટોચના મોડલ તરીકે ઉભરી આવ્યાં છે. 25થી35 વર્ષના યુવા ખરીદદારોએ આ નવી કાર્સને ઓનલાઇન ખરીદવામાં રૂચિ દર્શાવી છે.

ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ઇન્ડસ્ટ્રીને નવો આકાર આપી રહી છે ત્યારે કંપની નવી કારની ખરીદીને વધુ અનુકૂળ બનાવવા માટે અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી ઓટોમોટિવ સેક્ટરમાં ગેમ-ચેન્જર તરીકે ઉભરી આ છે. નવી કાર ખરીદીની પ્રક્રિયાનું દરેક પગલું સુવ્યવસ્થિત કરીને હવે ગ્રાહકો તેમના ઘરેથી અનુકૂળતા મૂજબ સંશોધન, તુલના અને ખરીદીનો નિર્ણય કરી શકે છે. આ રણનીતિને અનુરૂપ તથા ગ્રાહકોની વર્તણૂંકમાં બદલાવ સાથે કંપનીએ ડિજિટલ પૂછપરછ અને વેચાણમાં નોંધપાત્ર વધારો જોયો છે.

એસયુવી માર્કેટ વર્ષ 2023માં 885.8 અબજ ડોલર સ્તરેથી વધીને વર્ષ 2027 સુધીમાં 6.6 ટકા સીએજીઆર સાથે 1,221.7 અબજ ડોલરના સ્તરે પહોંચવાનો અંદાજ છે. આરામદાયક સુવિધાઓ સાથે વાહનોની વધતી માગ આગામી વર્ષોમાં એસયુવી માટે સંભવિત માગ ઉભી કરશે.

કારલેલો (કેપરી લોન્સ વેન્ચર)ના સંસ્થાપક અને સીઇઓ ગૌરવ અગ્રવાલે કહ્યું હતું કે, “તહેવારોની સિઝનની સાથે એસયુવી સિઝનનો ટ્રેન્ડ બનીને દરેકનું ધ્યાન આકર્ષિત કર્યું છે. જોકે, તે માત્ર કાર સુધી સીમિત નથી, પરંતુ હવે ગ્રાહકો અદ્યતન સલામતીના પગલાં સાથે વિવિધ ફીચર્સથી સજ્જ વાહનો ઇચ્છે છે.

કારની પસંદગીમાં આ ફેરફારને કારણે નવી કાર ખરીદવા માટેના અભિગમમાં નોંધપાત્ર બદલાવ થયો છે. ઓનલાઈન કાર ખરીદવી એ હવે એક નવી રીત છે, જે આપણને વર્ચ્યુઅલ અનુભવો દ્વારા વધુ સગવડ, પસંદગીઓ અને સ્પષ્ટ માહિતી આપે છે. આ પરિવર્તન એટલા માટે થઈ રહ્યું છે

કારણ કે લોકોની પસંદગીઓ વિકસિત થઈ રહી છે તથા નવી કાર ઉદ્યોગ પર ટેક્નોલોજી પણ મોટી અસર કરી રહી છે. અમે એક વન-સ્ટોપ શોપ છીએ જ્યાં ખરીદદારો અને ડીલરશીપ એકસાથે આવે છે, ફાઇનાન્સિંગ વિકલ્પોની સાથે એક જ જગ્યાએ કારની વિવિધ બ્રાન્ડ્સ અને મોડલ્સ ઓફર કરે છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.