Western Times News

Gujarati News

કરમાવાદ સરોવરમાં નર્મદાના નિર લાવવાનું કાર્ય પુરજાેશમાં

મુક્તેશ્વર ડેમ, કરમાવાદ સરોવરમાં નર્મદાના નીર લાવવાની કાર્યવાહી-અલ્પવિકસિત વડગામ વિધાનસભા ક્ષેત્રનો વિકાસ કામો માટે સરકાર કટિબધ્ધ

વડગામ, ભારત સરકાર, ગુજરાત સરકારની ડબલ એન્જિન સરકાર દ્વારા ગામડાના છેવાડાના માનવીના સર્વાંગી વિકાસ કરવાની નેમ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા અલ્પવિકસિત વડગામ વિધાનસભા ક્ષેત્રનો વિકાસ કામો માટે કટિબદ્ધતા દર્શાવી મુકતેશ્વર ડેમ, કરમાવાદ સરોવરમાં લોકમાતા નર્મદાના નિર લાવવાનું કાર્ય પુરજાેશમાં શરૂ કરવામાં આવ્યું છે,

ઉપરાંત આરોગ્ય ક્ષેત્રે તાલુકા મથક સેન્ટર શરૂ કરવાના કાર્યને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ઉપરાંત મોરીયા ખાતે ડાયાલિસિસ સેન્ટર આપવામાં આવ્યું છે. તાલુકા મથક વડગામ ખાતે તાજેતરમાં રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ઉપસ્થિત અધિકારીઓ,

સમિતિના સભ્યોએ વડગામ રેફરલ હોસ્પિટલ પાછળના ભાગે શરૂ થનાર અદ્યતન ટેકનોલોજીયુકત ડાયાલિસીસ સેન્ટરની રૂબરૂ મુલાકાત કરી હતી. વિશેષમાં રાજય સરકાર દ્વારા વડગામ, પાલનપુર વિસ્તારના લોકોને પાલનપુર, જગાણા, કાણોદર, મજાદર, ભરકાવાડા, છાપી, રજાેસણા સુધી અમદાવાદ ગાંધીનગર જવા ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડયો હતો

જેનો ઉકેલ લાવવા છાપી સહિત ફલાયઓવર બ્રિજ મજૂર કરી જેનું કામ શરૂ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. તાલુકા મથક વડગામના સાત કિ.મી. સુધી પીએનજી ગેસ લાઈન શરૂ કરવાનું કાર્ય પૂરજાેશમાં ચાલી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.