Western Times News

Gujarati News

પાંચ નદીના જળથી અભિષેક કરાયો નવનાથ મહાદેવને

વડોદરામાં નવનાથ મહાદેવની ૩૩ કિમીના રૂટ પર કાવડયાત્રા નીકળી- મોટી સંખ્યામાં ભાવિકો જાેડાયા

વડોદરા, શ્રાવણ માસના અંતિમ સોમવારે વડોદરામાં આગેલ નવનાથ મહાદેવ મંદિરના રૂટ પર છેલ્લા દસ વર્ષથી નિકળતી કાવડયાત્રા પરંપરા મુજબ દ્વારા જળાભિષેક કરવામાં આવે છે. Vadodara Navnath Mahadev Kavad Yatra

અને આજે મોટી સંખ્યામાં કાવડયાત્રીઓ ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે આવેલ સિદ્ધનાથ મહાદેવથી કાવડ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જે મોડી સાંજે કોટનાથ મહાદેવ ખાતે પૂર્ણ થઈ હતી. જાગનાથ મહાદેવ ખાતે ૧૦૧ દીવાની આરતી કરવામાં આવી હતી.

વડોદરા શહેરનું રક્ષણ કરતા નવ મહાદેવ મંદિરમાં પાંચ મહાનદીના (મહીસાગર, ગંગા, નર્મદા, સિંધુ અને વિશ્વામિત્રી ઉપરવાસ) જળથી મહાભિષેક કરવામાં આવ્યો હતો. કાવડયાત્રાના ૩૩ કિલોમીટરના રૂટ પર કુલ ૧૩૦ જગ્યાએ આઈસ્ક્રીમ, દૂધ, છાશ, કેળા, શરબત, પાણી, ફળ હાર અને મહાપ્રસાદના રૂપમાં ૧૩૦૦૦ લોકો માટે ભંડારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

યાત્રા દરમિયાન મનુષ્ય નિર્મિત મહાદેવજીના દર્શન પણ ભક્તોએ કર્યા હતા. માંડવી ચાર રસ્તા ખાતે ૧પ૦૦ લોકો દ્વારા ડીજે, ફુલહાર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રામાં બે આઈસર ટ્રક, ત્રણ ફ્રૂટ ટેમ્પો, ભક્તોના બેસવા માટે ચાર બસો સાથે ૧૦૦ બાઈક, ર૦ કાર, એક ડોર ટુ ડોર સફાઈ વેન આ કાવડ યાત્રામાં જાેડાઈ હતી.

આ યાત્રાના પ્રણેતા અને આગેવાન નિરજ જૈને જણાવ્યું હતું કે, આ ૧૦મી કાવડ યાત્રા હતી. નવનાથ મહાદેવ વડોદરાના રક્ષક દેવ છે. હાલમાં આજની પરિસ્થિતિમાં આધુનિક મહાભારત શરૂ થયું છીે.

જે ાં એક તરફ સનાતન ધર્મ છે અનેબીજી તરફ સનાતન ધર્મના વિરોધીઓ છે. આ મહાભારતમાં સૌ સાથે મળી મહાદેવના જયજયકાર સાથે કાવડયાત્રા શરૂ કરી હતી.

આ યાત્રામાં જાેડાયેલ વિજય મહારાજે જણાવ્યું હતું કે, આજની આ કવાડયાત્રા ખાસ મહાદેવને રિઝવવા માટે મહત્ત્વની છે. મહાદેવને એવી રીતે રિઝવવામાં આવે છે જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે તેમાંથી ૧૪ રત્નો નીકળ્યા હતા. એ તમામ અમૃત નીકળ્યા તો ભગવાને બધા દેવી-દેવતાઓને આપી દીધા હતા. પરંતુ જે વિષ નીકળ્યું તે સ્વયં ભગવાનને પાન કર્યું હતું. સૃષ્ટિને પ્રલયથી બચાવી છે. ભગવાન નિલકલરના થઈ ગયા તો દેવતાઓ ગભરાવવા લાગ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.