Western Times News

Gujarati News

પ્રોપર્ટીના દસ્તાવેજાે પરત કરવામાં બેંકો વિલંબ કરશે તો ગ્રાહકોને વળતર ચૂકવવું પડશે: RBI

2022 was a year of recovery and growth for the Indian residential market

RBIએ ગ્રાહકોના હિતમાં આપ્યો આદેશ-બેન્કોને સલાહ આપવામાં આવી છે કે તે લોનના સેક્શન લેટરમાં તમામ દસ્તાવેજાે પરત કરવાની તારીખ અથવા સ્થળનો ઉલ્લેખ કરે.

નવી દિલ્હી, પ્રોપર્ટી પર લોનના મામલે ભારતીય રિઝર્વ બેન્કે ગ્રાહકોના હિતમાં મોટો ર્નિણય લીધો છે. હવે જાે બેન્કો અથવા એનબીએફસી લોનની ચુકવણી કર્યા પછી પ્રોપર્ટીના દસ્તાવેજાે પરત કરવામાં વિલંબ કરશે તો તેમણે ગ્રાહકોને વળતર ચૂકવવું પડશે.

રિઝર્વ બેન્કે બુધવારે સવારે આ અંગે નવો આદેશ જાહેર કર્યો છે. રિઝર્વ બેન્કે આ આદેશ નાની ફાઇનાન્સ બેન્કો, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો, સહકારી બેન્કો, એનબીએફસી, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ અને એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઓ સહિત તમામ કોમર્શિયલ બેન્કોને મોકલ્યો છે.

વાસ્તવમાં રિઝર્વ બેન્કને એવી ફરિયાદો મળી રહી હતી કે ગ્રાહકોએ લોનની સંપૂર્ણ ચુકવણી અથવા સેટલ કર્યા પછી પણ બેન્કો અને એનબીએફસી વગેરે મિલકતના દસ્તાવેજાે સબમિટ કરવામાં વિલંબ કરી રહી છે. રિઝર્વ બેન્કે કહ્યું કે આ વિલંબને કારણે વિવાદ અને મુકદ્દમા જેવી સ્થિતિઓ ઊભી થઈ રહી છે.

સેન્ટ્રલ બેન્કે તમામ સંબંધિત નાણાકીય સંસ્થાઓને તાજેતરના આદેશમાં રિસ્પોન્સિબલ લેન્ડિંગ કંડક્ટ એટલે કે જવાબદાર ધિરાણ આચરણની યાદ અપાવી હતી. આરબીઆઈનો ફેર પ્રેક્ટિસ કોડ આ સંદર્ભમાં સ્પષ્ટ સૂચનાઓ આપે છે કે જાે ગ્રાહક પ્રોપર્ટી લોનના તમામ હપ્તાઓ ચૂકવે છે અથવા લોન સેટલ કરી લે છે

તો આવી સ્થિતિમાં તેને તરત જ મિલકતના દસ્તાવેજાે મળી જવા જાેઇએ. સેન્ટ્રલ બેન્કના તાજેતરના આદેશમાં જણાવાયું છે કે તમામ નિયમનકારી સંસ્થાઓ (વાણિજ્યિક બેન્કો, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો, સહકારી બેન્કો, એનબીએફસી અને એસેટ રિકંસ્ટ્રક્શન કંપની વગેરે) એ

લોનના તમામ હપ્તાઓ મળવા અથવા સેટલ થવાના ૩૦ દિવસની અંદર ગ્રાહકોને તમામ ઓરિજનલ દસ્તાવેજાે પાછા આપવા પડશે. ગ્રાહકોને એ ઓપ્શન આપવામાં આવે કે તે પોતાની સુવિધા અનુસાર અથવા તો સંબંધિત બ્રાન્ચમાંથી આ દસ્તાવેજાે લઇ શકે છે. અથવા તો તે બ્રાન્ચ અથવા જ્યાં દસ્તાવેજાે રાખવામાં આવ્યા છે

તે ઓફિસમાંથી પણ દસ્તાવેજાે પરત લઇ શકે છે. તમામ બેન્કોને સલાહ આપવામાં આવી છે કે તે લોનના સેક્શન લેટરમાં તમામ દસ્તાવેજાે પરત કરવાની તારીખ અથવા સ્થળનો ઉલ્લેખ કરે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.