Western Times News

Gujarati News

અયોધ્યામાં ખોદકામમાં પ્રાચીન મંદિરની મૂર્તિઓ અને સ્તંભો મળ્યા

એક ડઝનથી વધુ પ્રતિમાઓ, સ્તંભો અને શિલાઓ વગેરે સામેલ છે. આ શિલાઓમાં પર દેવી-દેવતાઓના શિલ્પો કોતરેલા છે.

અયોધ્યા, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન ખોદકામમાં પ્રાચીન મંદિરના કેટલાંક અવશેષો મળી આવ્યા છે. જેમાં અનેક મૂર્તિઓ અને સ્તંભો સામેલ છે. આ અંગે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સોશ્યલ મીડિયા પર માહિતી આપી હતી.

During the excavation activity for the construction of the Ayodhya Ram Mandir, remains of Hindu stone sculptures, including a Shivling, broken-idols of deities & carved pillars have been found at Shri Ram Janmabhoomi.

તેમણે એક ફોટો શેર કરી છે જેમાં મળી આવેલા અવશેષો દેખાઈ રહ્યા છે. આ પ્રથમ વખત છે જયારે મંદિરના નિર્માણ સમયે ખોદકામ દરમિયાન મળી આવેલી વસ્તુઓની ફોટો સામે આવી છે, જેમાં એક ડઝનથી વધુ પ્રતિમાઓ, સ્તંભો અને શિલાઓ વગેરે સામેલ છે. આ શિલાઓમાં પર દેવી-દેવતાઓના શિલ્પો કોતરેલા છે.

ફોટોમાં મંદિરમાં લાગનાર સ્તંભો પણ જાેઈ શકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે ખોદકામ દરમિયાન મળેલા આ અવશેષોને રામલલાના ભવ્ય મંદિરમાં શ્રધ્ધાળુઓના દર્શન માટે રાખવામાં આવશે. અયોધ્યામાં જયારે મંદિરનું નિર્માણ શરુ થયું હતું ત્યારે ૪૦થી ૫૦ ફૂટ ખોદકામ કરવામાં આવ્યું હતું.

મંદિર પરિસરના ખોદકામ દરમિયાન આ તમામ વસ્તુઓ મળી આવી હતી, જે હિન્દુ પક્ષના દાવાને વધુ મજબૂત બનાવે છે. એઆઈએસના સર્વેમાં પણ ઘણી વસ્તુઓ મળી હતી. મંદિર-મસ્જિદ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે આ અંગે સંજ્ઞાન પણ લીધું હતું. જણાવી દઈએ કે રામ મંદિરનું નિર્માણ કાર્ય ખુબ ઝડપથી ચાલી રહ્યું છે. જાન્યુઆરી ૨૦૨૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું ઉદ્‌ઘાટન થવાનું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.