Western Times News

Gujarati News

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારી

અંબાજી, યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. આ વખતે ભાવિક ભક્તો શાંતિથી માતાજીના દર્શન કરી શકે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્રે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. આ વખતે માતાજીના મેળામાં ૪૦ લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરે તેવી શક્યતા છે. ત્યારે તમામ ભક્તો માટે અંબાજીમાં લાઈટ, દૂધ-પાણી, ભોજન, આવાસ, આરોગ્ય સહિતની તમામ સેવાઓ વહીવટી તંત્રે તૈયારી કરી લીધી છે. તો ભક્તો માટે પાર્કિગ વ્યવસ્થા, દર્શન માટે લાઈન, મેળાનું જીવંત પ્રસારણ, ગબ્બર પર વિશેષ લાઈટની સુવિધા અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

માતાજીના ધામમાં શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે તમામ તકેદારી રાખવામાં આવી છે. ભક્તો માટે વીમા કવચ પણ લેવામાં આવ્યું છે. અંબાજીમાં પદયાત્રીઓ માટે ફ્રીમાં રિક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. તો નાના બાળકોને આઈકાર્ડ આપવામાં આવશે. ભાદરવી પૂનમના મેળામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને ૬૫૦૦ જેટલાં પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવશે. જેમાં એસપી સહિત ૨૦ ડીવાયએસપી, ૫૪ પીએસઆઈ, ૧૫૦ પીએસઆઈ, ૨૫૦૦ હોમગાર્ડના જવાનો અને ૭૦૦ જીઆરડીના જવાનોનો સમાવેશ થાય છે.

બનાસકાંઠાના કલેક્ટર વરુણ બરનવાલે જણાવ્યું કે, વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનું આગવું મહત્વ છે ગુજરાત જ નહીં પરંતુ દેશભરમા ભરાતા મોટા મેળાઓમાં અંબાજી ભાદરવીના મહમેળાની ગણના થાય છે અને આ મેળામાં લાખો યાત્રીકો અને શ્રદ્ધાળુ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે એમાં પગપાળા યાત્રીકો અને સંઘો વધુ પ્રમાણમાં આવતા હોય છે અને અંબાજીના આવતા બધા રસ્તા પર માનવ મહેરામણ ઉમટે છે અંબાજી વિસ્તારની અરવલ્લીની ગિરિમાળાઓમાં બોલ મારી અંબે જય અંબેના નાદથી ગુંજી ઊઠે છે અને લાખો આવનાર શ્રદ્ધાળુઓને લઈને અંબાજી મંદિર વહીવટી તંત્રએ પદયાત્રીઓની અને દર્શનાર્થીઓની સેવા માટે તૈયારીઓને આખરીઓ આપી દીધો છે.

મેળામાં જતા રસ્તા પર સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પ અને સહાયતા કેન્દ્ર શરૂ કરાય છે. લાઈટ દૂધ પાણી ભોજન, આવાસ ,આરોગ્ય સહિતની તમામ સેવાઓની વહીવટી તંત્રએ તૈયારીઓ કરી લીધી છે. તો ભક્તો માટે પાણીની, શુંધ્ધ ભોજન ,પાર્કિંગ વ્યવસ્થા દર્શન માટે લાઈન વ્યવસ્થા તેમજ મેળાનું જીવંત પ્રસારણ, ગબ્બર પર વિશેષ લાઈટનું સુવિધા અને ટેકનોલોજીના માધ્યમથી શ્રદ્ધાળુ ઓનલાઈન પણ દર્શન કરી શકશે.

ત્યારે ભાદરવીના મહા મેળામાં આ વખતે વહીવટી તંત્ર એ અનેક નવા પ્રયોગ પણ શરૂ કર્યા છે અને લાખો આવનાર શ્રદ્ધાળુ અને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેને માટે તકેદારી રખાઇ છે. તો ભક્તો માટે વીમા કવચ પણ લેવાયું છે. અંબાજીમાં આવતા પદયાત્રીઓને મફત રીક્ષાની પણ વ્યવસ્થા કરાઈ છે તો નાના બાળકો માટે આઈકાર્ડની પણ વ્યવસ્થા કરાઈ છે.

તો બીજી બાજુ સુરક્ષાને ધ્યાને લઈને ૬૫૦૦ પોલીસકર્મીઓ મેળા માટે તૈનાત કરાયા છે.જેમાં એસપી સહિત,૨૦ ડ્ઢરૂજીઁ, ૫૪ પીઆઇ ,૧૫૦ પીએસઆઇ,૨૫૦૦ હોમગાર્ડના જવાનો તેમજ ૭૦૦ જીઆરડીના જવાનો તૈનાત કરાયા છે તો અંબાજી મંદિર પરિસર તેમજ અંબાજી શહેર અને પાર્કિંગ વિસ્તારો અને રસ્તાઓ ઉપર ૪૦૦ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

ભક્તો માટે પ્રસાદને લઈને અનેક પ્રસાદ વિતરણ કેન્દ્રો બનાવાયા છે. બનાસકાંઠાના ઈન્ચાર્જ એસપી તેજસ પટેલે જણાવ્યું કે, ભાદરવીના મહામેળાને લઈને મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. સુરક્ષાનું ખાસ ધ્યાન રખાયું છે જેમાં ૬૫૦૦ પોલીસકર્મીઓ અને ૪૦૦ સીસીટીવી કેમેરા લગાવ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.