Western Times News

Gujarati News

આગામી ૪ દિવસ રાજ્યમાં વરસાદ પડવાની સંભાવનાં

મધ્ય ગુજરાતના અનેક શહેરો-નગરોમાં ધોધમાર વરસાદ

અમદાવાદ, ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. મેઘરાજાએ કેટલાક વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. જાે કે, એક બે દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પર થોડી બ્રેક લાગી હોય તેવું પણ લાગી રહ્યું છે. તો જૂનાગઢ, વડોદરા, નર્મદા, અમરેલી સહિતના વિસ્તારમાં મેઘરાજાની ધબધબાટી યથાવત જાેવા મળી હતી.

જૂનાગઢ જિલ્લામાં સવાર બાદ વરસાદી માહોલ જામ્યો છે. માણાવદરમાં સાવર્ત્રિક વરસાદ વરસ્યો હતો. વરસાદને લઇ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. ચોમાસું પાકને પાછોતરા વરસાદથી ફાયદો થયો છે.

ભરૂચના અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરની સોસાયટીઓમાં પાણી ભરાયા છે. પ્રતિન, ઉમા ભવન ફાટક પાસે તેમજ ગાયત્રી મંદિર વિસ્તારમાં પાણી ભરાયા હતા.

નર્મદા જિલ્લામાં બે દિવસના વિરામબાદ ફરી વરસાદ વરસ્યો હતો. રાજપીપળા સહિત સાગબારા, ડેડિયાપાડા, તિલકવાડામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. રાજપીપળા શહેરના સ્ટેશનરોડ, કાછીયાવાડ અને દરબાર રોડ પર પાણી ભરાયા હતા.

અમરેલી જિલ્લાના ખાંભા, ગીર અને રાજુલા પંથકમાં વરસાદ વરસ્યો હતો. ખાંભા અને ગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. ખાંભા, મોટા બારમણ, નાના બારમણ, રાજુલાના ચોત્રા, મીઠાપુર, સહિતના ગામડામાં વરસાદ વરસ્યો હતા.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. સયાજીગંજ, રાવપુરા, ફતેપુર, અલકાપુરીમાં વરસાદ વરસ્યો છે. થોડા દિવસના વિરામ બાદ વરસાદનુ આગમન થયું છે.

આગામી ૪ દિવસ રાજ્યમાં વરસાદ પડવાની સંભાવનાં છે. તેમજ આજે ૨૬ તાલુકાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રનાં ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાતનાં પણ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

જેમાં સુરત, ભરૂચ, તાપી, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત વડોદરા, આણંદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.