Western Times News

Gujarati News

ભારતમાં ટાઇપ 1 ડાયાબિટીઝ ધરાવતા દર્દીઓનો દર વર્ષે 6.7%નો વધારો

People of all ages are becoming victims of diabetes

ટાઇપ 1 ડાયાબિટીઝ ધરાવતા 1300થી વધુ બાળકો, સોશિયલ ઇમ્પેક્ટ પ્રોગ્રામ દ્વારા સકારાત્મક પરિણામો મેળવે છે

RSSDIના ટાઇપ 1 પ્રોગ્રામ અને સનોફીની સોશિયલ ઇમ્પેક્ટ પ્રોગ્રામ પહેલ સકારાત્મક પરિણામો આપી રહ્યા છે

રિસર્ચ સોસાયટી ફોર ધ સ્ટડી ઓફ ડાયાબિટીઝ ઇન ઇન્ડિયા (RSSDI) અને સનોફી વચ્ચેના ચાલી રહેલા ત્રણ વર્ષીય સહયોગે ટાઇપ 1 ડાયાબિટીઝ મેલીટસ (T1D) સાથેના બાળકોની જિંદગી પર નોંધપાત્ર અસર દર્શાવવાનું શરૂ કરી દીધુ છે. આ પ્રોગ્રામના ભાગરૂપે 1300થી વધુ નાના T1D દર્દીઓએ રાષ્ટ્રભરમાં નોંધણી કરાવી છે, જેમાં ગુજરાતમાં 215 લોકોનો સમાવેશ થાય છે. આ પ્રોગ્રામનું અમલીકરણ પીપલ ટુ પીપલ હેલ્થ ફાઉન્ડેશન (PPHF) દ્વારા કરવામાં આવ્યુ છે.

આ 1300 બાળકો TD વ્યવસ્થાપન પર વધુ સારુ શિક્ષણ મેળવી રહ્યા છે. છેલ્લા 9 મહિનાથી (સપ્ટેમ્બર 2022થી જૂન 2023)થી વધુના સમયગાળામાં આ પ્રોગ્રામનો હસ્તક્ષેપે હાયપોગ્લીકેમિયા (સપ્તાહે 1થી 4 વખત)માં અનુભવતા બાળકોમાં 46% (70% સામે)નો અને હાયપરગ્લીકેમિયા (સપ્તાહદીઠ 1થી 4 વખત)  અનુભવતા બાળકોમાં 25% (52% સામે)નો ઘટાડો કર્યો હતો.

વૈશ્વિક ટાઇપ 1 ડાયાબિટીઝ ઇન્ડેક્સ અનુસાર ભારતમાં T1D દર વર્ષે 6.7%નો વધારો થાય છે જેમાં ટાઇપ 2 ડાયાબિટીઝ ધરાવતા લોકોની ટકાવારી 4.4% છે. જુવેનાઇલ અથવા ઇન્સ્યુલીન પર નિર્ભર ડાયાબિટીઝ તરીકે ઉલ્લેખિત જે લોકો ટાઇપ 1 ડાયાબિટીઝ સાથે જીવે છે.

અને ભારતમાં તેમના સંભાળ લેનારાઓ ડાયાબિટીઝના વ્યવસ્થાપનમાં પડકારોનો સતત સામનો કરી રહ્યા છે. તેનુ કારણ એ છે કે બહુ ઓછા સમર્પિત ડૉક્ટર્સ અને શિક્ષણવિંદોને T1Dની સારવાર અને વ્યવસ્થાપન કરવા માટે તાલીમ આપવામાં આવી છે.

અન્ય પડકારોમાં T1D વિશે ગરીબ જનતામાં સતર્કતા, સોશિયો-ઇકોનોમિક બોજ અને ખાસ કરીને અર્ધ શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં યોગ્ય હેલ્થકેર સવલતોની સુલભતાનો સમાવેશ થાય છે. અન્ય જટીલતાઓમાં વિલંબિત નિદાન, ઇન્સ્યુલીન માટેનું નબળુ કોલ્ડ-ચેઇન વ્યવસ્થાપન અને દર્દીઓ અને સંભાળ લેનારાઓ માટે અપૂરતા શિક્ષણનો સમાવેશ થાય છે. ઇન્સ્યુલીન, ટેસ્ટ સ્ટ્રીપ્સ અને સારુ સ્વ-વ્યવસ્થાપનનો લાભ ઉઠાવવાની જોગવાઇ વ્યક્તિદીઠ 21.2 વર્ષના તંદુરસ્ત જીવનને પુનઃસ્થાપિત કરી શકે છે [1].

ડૉ. બ્રીજ મક્કાર, પ્રેસિડન્ટ MD FIAMS, FICP, FRCP (Glasg, Edin), FACP (USA), FACE (USA), FRSSDI પ્રેસિડેન્ટ – રિસર્ચ સોસાયટી ફોર ધ સ્ટડી ઓફ ડાયાબિટીસ ઇન ઇન્ડિયા (RSSDI) “ભારતમાં અંદાજિત 8.6 લાખ T1D દર્દીઓ સાથે [2], અમે જીવતા બાળકોની તાત્કાલિક જરૂરિયાતોને અવગણી શકીએ તેમ નથી.”

ડૉ. સંજય અગરવાલ MD, FACE, FACP સેક્રેટરી – રિસર્ચ સોસાયટી ફોર ધ સ્ટડી ઓફ ડાયાબિટીસ ઇન ઇન્ડિયા (RSSDI) “આ પ્રોગ્રામ માટે, RSSDI અને સનોફી ઈન્ડિયા તેમના સંબંધિત અનુભવ અને કુશળતાને જોડીને સાર્વત્રિક માનક-સંભાળનું નિર્માણ કરી રહ્યા છે જે વૈશ્વિક ભલામણો અનુસાર સમગ્ર ભારતમાં સારવારની ઍક્સેસ પ્રદાન કરે છે. RSSDI ભારતમાં T1D સંભાળની પરિસ્થિતિમાં પરિવર્તન લાવવા માટે સમર્પિત છે.”

આ સોશિયલ ઇમ્પેક્ટ પ્રોગ્રામનો હેતુ સમગ્ર ભારતમાં પ્રશિક્ષિત હેલ્થકેર પ્રોફેશનલ્સ (HCPs) અને T1D શિક્ષકો બંનેના નેટવર્ક દ્વારા સપોર્ટ પ્રોગ્રામ બનાવીને T1D દર્દીઓની આરોગ્ય સ્થિતિ સુધારવાનો છે. પ્રશિક્ષણ મેળવતા ડોકટરો યોગ્ય નિદાન અને સંચાલનને સક્ષમ કરશે, જે લાંબા ગાળાની ગૂંચવણોની ઘટનામાં ઘટાડો તરફ દોરી જશે..

કુ. અર્પણા થોમસ સોશિયલ ડિરેક્ટર, કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ અને કોર્પોરેટ સામાજિક જવાબદારી, સનોફી ઈન્ડિયા લિમિટેડ “અમે અમારા સામાજિક કાર્યક્રમના હસ્તક્ષેપની અસર જોવા માટે ખૂબ જ પ્રેરિત છીએ જે ભારતમાં ટાઇપ 1 ડાયાબિટીસ સાથે જીવતા ઘણા બાળકોમાં જીવનની ગુણવત્તામાં ખૂબ જ ઝડપથી સુધારો કરી રહી છે.

આ પ્રોગ્રામ સંભાળના ધોરણનું સર્જન કરવા માટે રચાયેલ છે જે પ્રકાર 1 ડાયાબિટીસમાં તેના નિદાન, શિક્ષણ અને સલાહ માટે ખૂબ જ જરૂરી છે. આ કાર્યક્રમ ડોકટરો અને શિક્ષકોની સંખ્યામાં વધારો કરવા અને બદલામાં, T1D નિદાન, સારવાર અને સંભાળ સુધી પહોંચવા માટે T1D તાલીમની સુવિધા આપે છે.

સનોફી ઇન્ડિયાનો સામાજિક પ્રભાવ કાર્યક્રમ 1300 બાળકોને મફત ઇન્સ્યુલિન માટે ભંડોળ પૂરું પાડે છે જેમને તેમના T1Dને શ્રેષ્ઠ રીતે સંચાલિત કરવા માટે સારવાર મેળવવા માટે નાણાકીય સહાયની જરૂર હોય છે.”

ડૉ. બંસી સાબૂ MD, FIACM, FICN, FACE, MNAMS (ડાયેબિટોલોજી)  “ટાઈપ 2 ડાયાબિટીસની જેમ, ટાઈપ 1 ડાયાબિટીસ પણ ઉપર તરફના વલણનો અનુભવ કરી રહ્યો છે અને જ્યારે તેનો વ્યાપ એટલો નોંધપાત્ર નથી ત્યારે તે હજુ પણ ચેતવણીનું કારણ છે.

આમ, ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકો દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને પહોંચી વળવા સારવાર, દેખરેખ, ડોઝ અને ટાઇટ્રેશન પર વ્યાપક તાલીમ અને શિક્ષણ મહત્વપૂર્ણ છે. ગુજરાતમાં હેલ્થકેર વ્યાવસાયિકો અને શિક્ષકોને જરૂરી સાધનો અને જ્ઞાનથી સજ્જ કરીને અમે આ બાળકોના જીવનમાં નોંધપાત્ર ફેરફાર લાવી શકીએ છીએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.