Western Times News

Gujarati News

સાબરકાંઠા જિલ્લા શૈક્ષણિક સંઘ દ્વારા હિંમતનગરમાં મૌન રેલી યોજાઇ

બીજા તબક્કામાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી પોસ્ટ કાર્ડ લખવાનો કાર્યક્રમ થયો. ત્રીજા તબક્કામાં કાળી પટ્ટી ધારણ કરી. ચોથા તબક્કો કાળા વસ્ત્રો સપ્તાહ ઉજવણી કરી. પાંચમા તબક્કામાં થાળી વગાડી. છઠ્ઠા તબક્કામાં રામધૂન બોલાવી. 

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) સાબરકાંઠા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આયોજિત ગુજરાત રાજ્યના દરેક જિલ્લા મથકે મૌન રેલી કાઢવી તે અનુસંધાને બુધવારના રોજ હિંમતનગર મુકામે સમગ્ર સાબરકાંઠા જિલ્લાના માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, વહીવટી ઘટક સંઘો દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવેલ જેમાં કુલ ૭૪૨ સારસ્વત મિત્રોએ ભાગ લીધો હતો.

વિધાનસભાની ચૂંટણી પહેલા સરસ્વતોની માગણીઓ સરકારે સ્વીકારેલ પરંતુ તેનું અમલીકરણ ન થતાં પ્રથમ તબક્કામાં કલેકટરશ્રી તથા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ને આવેદનપત્ર આપ્યું. બીજા તબક્કામાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી પોસ્ટ કાર્ડ લખવાનો કાર્યક્રમ થયો. ત્રીજા તબક્કામાં કાળી પટ્ટી ધારણ કરી.

ચોથા તબક્કો કાળા વસ્ત્રો સપ્તાહ ઉજવણી કરી. પાંચમા તબક્કામાં થાળી વગાડી. છઠ્ઠા તબક્કામાં રામધૂન બોલાવી. સાતમા તબક્કામાં તાલુકા કક્ષાએ મૌન ધરણા કર્યા. આઠમા તબક્કામાં ધારાસભ્યોને આવેદનપત્ર આપ્યા અને આજે નવમા તબક્કામાં ખૂબ મોટી સંખ્યામાં મૌન રેલી કાઢી સરકારશ્રીને અલ્ટીમેટમ આપવામાં આવ્યું…

આજની રેલીમાં સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘ પ્રમુખ કિરણભાઈ પટેલ, રાજ્ય આચાર્ય પ્રવક્તા ભાનુભાઈ પટેલ, બોર્ડ સદસ્ય એચડી પટેલ, અધ્યક્ષ હરેશભાઈ પટેલ, મહામંત્રી ભરત પટેલ ઉપપ્રમુખ ગજેન્દ્ર પટેલ, વહીવટી સંઘના પ્રમુખ પ્રવિણસિંહ રાણા,

ઉચ્ચતર વિભાગ પ્રમુખ અજીત પટેલ, ખેડબ્રહ્મા તાલુકા આચાર્ય સંઘ પ્રમુખ સુરેશકુમાર પટેલ, ઈડર તાલુકા પ્રમુખ મનીષ પાઠક, હિંમતનગર તાલુકા પ્રમુખ એસ એસ પટેલ, તલોદ તાલુકા પ્રમુખ ભગવાન પટેલ, પ્રાંતિજના પી કે પટેલ ની દેખરેખ હેઠળ મૌન રેલી શાંતિપૂર્ણ સંપન્ન થઈ હતી. અંતમાં ઉપ-પ્રમુખ શ્રી ગજેન્દ્ર પટેલે સૌનો આભાર માન્યો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.