Western Times News

Gujarati News

હાર્ટએટેકથી ખેલૈયાઓને બચાવવા ગ્રાઉન્ડ ઉપર ડોક્ટરોની ટીમ રહેશે

અમદાવાદ, નવરાત્રિ એટલે યુવાનોમાં થનગનાટનો અવસર, મિત્રોની સંગતમાં ગરબાની રમઝટ એવી જામે છે કે યુવાનો શારીરિક થાકને પણ ભૂલી જાય છે. થાક છતાં યુવાનો ગરબા રમવા દોરાય છે. ગુજરાતીઓ માટે ગરબા માટેનો આ લગાવ સ્વાભાવિક પણ છે. જાે કે ગરબાની રમઝટમાં યુવાનોએ સાવચેત રહેવાની જરૂર છે.

સાવચેતીનો અભાવ જીવલેણ સાબિત થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી જે રીતે કિશોર વયના છોકરા હાર્ટ એટેકને કારણે અકાળે મૃત્યુને ભેટી રહ્યા છે, તેને જાેતાં ગરબા રમતી વખતે સાવચેતી જાળવવી જરૂરી છે. અહીં ગરબા અને હાર્ટ એટેકને સાંકળીને વાત એટલા માટે કરાઈ છે, કેમ કે છેલ્લા ૧૦ દિવસમાં ગરબા રમતાં રાજ્યમાં ૩ યુવાનોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે સવાલ એ છે કે જાે ચાલુ નવરાત્રિમાં કોઈને આવી સમસ્યા થાય તો ગરબા આયોજકો પાસે શું પ્લાનિંગ છે.

હવે ગરબાના સ્થળ પર ડોક્ટરોની ટીમ મૂકાવવાનો સમય આવી ગયો છે. જેથી ગરબા ગ્રાઉન્ડ પર ઈમરજન્સીના સમયે આવા દર્દીનો જીવ બચાવી શકાય.
ગુજરાતમાં હૃદયરોગના કિસ્સાઓ વધી રહ્યાં છે. આવામાં ગરબા આયોજકોએ હવે ગરબા સ્થળ પર ડોક્ટરોની ટીમ મૂકવી પડે તેવો સમય આવ્યો છે.

આ માટે ગુજરાતમા કેટલાક ગરબા ગ્રાઉન્ડના આયોજકોએ આગોતરા પ્લાનિંગ કરી દીધું છે. અનેક ગરબા આયોજકો ગરબા ગ્રાઉન્ડ પર મિની હોસ્પિટલ જેવો માહોલ ઉભો કરશે. જાે ગરબા રમતા દરમિયાન તમારી તબિયત થોડી પણ બગડે તો રાહ જાેયા વગર તાત્કાલિક મદદ માંગી લેજાે.

નવરાત્રિમાં ગરબા દરમિયાન ગ્રાઉન્ડ પર ધૂળ ઉડવાના ચાન્સ વધારે છે તેથી લોકોને શ્વાસ સંબંધી અનેક બીમારીઓ થઈ શકે છે. આવામાં હવે ગરબા ગ્રાઉન્ડ પર હોસ્પિટલની સુવિધા મળી રહે તે બહુ જ જરૂરી બન્યું છે.

તો કયા ગરબા આયોજકોએ શું વ્યવસ્થા કરી છે તે જાેઈએ…
મા શક્તિ ગરબા મહોત્સવ: ચાર એમ્બ્યુલન્સ સ્થળ પર હશે અને બે હોસ્પિટલની ટીમ રહેશે.
યુનાઈટેડ વે ગરબા: આ ગરબાના આયોજકો દ્વારા બે લોકેશનમાં ડોક્ટર અને મેડિકલની ટીમ રાખવામાં આવે છે.
ખોડલધામ નવરાત્રિ મહોત્સવ: આ વર્ષે મેડિકલ સ્ટાફ સહિત કુલ ૧૦ લોકોની ટીમ તહેનાત રખાઈ છે. આ ઉપરાંત એમ્બ્યુલન્સની સુવિધા છે.
વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ: ડોકટરોની ટીમ સ્ટેન્ડ બાય રહેશે. જેમાંએમ્બયુલન્સ, દવા અને અન્ય જરૂરી મેડિકલ સાધન- સામગ્રીની સુવિધા હશે
જૈનમ નવરાત્રિ મહોત્સવ: ડોક્ટરોની ટીમ ગ્રાઉન્ડ પર પેટ્રોલિંગમાં રહેશે. સમાજના ડોક્ટરો જ સેવા આપશે. દવાનો સ્ટોક રખાશે.

નાની ઉંમરમાં હાર્ટ એટેકની આ કોઈ પહેલી ઘટના નથી, અગાઉ અનેક યુવાનો આવી રીતે જીવ ગુમાવી ચૂક્યા છે. ૧૬ વર્ષથી લઈને ૩૦ વર્ષના યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ગરબા રમતાં જ રાજ્યમાં ૨૧ વર્ષ અને ૨૪ વર્ષના બીજા બે યુવાનોએ પણ જીવ ગુમાવ્યા છે. આ યુવાને અગાઉથી હાર્ટની સમસ્યા હોય તેવી પણ શક્યતા છે. જાે કે લક્ષણોના અભાવે તેમને સમસ્યાની જાણ ન થઈ શકી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.