Western Times News

Gujarati News

ભારતમાં મંદિરોને ટાર્ગેટ કરવાનું ISIનું કાવતરૂં

આતંકવાદી શાહનવાઝે અનેક ખુલાસા કર્યા

(એજન્સી)નવી દિલ્હી, પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું તે ભારત વિરુદ્ધ સતત ષડયંત્ર રચી રહ્યું છે. તાજેતરના મામલે ફરી એક વખત પાકિસ્તાનના નાપાક ઈરાદા સામે આવ્યા છે. ગઈ કાલે દિલ્હી પોલીસે આઈએસઆઈએસમોડ્યુલના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સહિત ૩ લોકોની ધરપકડ કરી હતી.

તેમાંથી આતંકવાદી શાહનવાઝે અનેક ખુલાસા કર્યા છે. શાહનવાઝ પુણે પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો હતો અને દિલ્હીમાં રહેતો હતો. તેના પર ૩ લાખ રૂપિયાનું ઈનામ હતું.

શાહનવાઝ પર આઈએસઆઈએસમોડ્યુલ સાથે સંબંધ રાખવાનો આરોપ છે. પૂછપરછ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે તે ગુજરાતના અક્ષરધામ મંદિર પરના આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ ફરતુલ્લા ગૌરી અને તેના જમાઈ શાહિદ ફૈઝલના સંપર્કમાં હતો જે હવે પાકિસ્તાનમાં આઈએસઆઈના આશ્રયમાં રહે છે.

આ ત્રણેય તેના આદેશ પર જ દિલ્હીમાં પણ મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા. આતંકવાદીઓએ ખુલાસો કરતા જણાવ્યું કે, દેશના અનેક પ્રખ્યાત સ્થળો તેમના ટાર્ગેટ પર હતા.

આ દરમિયાન તેમનો ટાર્ગેટ પર અયોધ્યાનું રામ મંદિર, મુંબઈનું છાબડા હાઉસ અને દેશના અનેક મોટા નેતાઓ હતા. આ આતંકવાદીઓ પોતાનો પ્લાન પૂરો કરે એ પહેલા જ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આતંકવાદીઓની ધરપકડ કરી લીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.