Western Times News

Gujarati News

સોના-ચાંદીના ભાવ સાત મહિનાની તળિયે પહોંચી ગયા

(એજન્સી)નવી દિલ્હી, સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જારી છે. આજે આ બંને કિંમતી ધાતુઓના ભાવ ઘટીને સાત મહિનાના તળિયે પહોંચી ગયા હતા. સ્થાનિક બજાર તથા ઈન્ટરનેશનલ બજારમાં બંને મેટલના ભાવ નરમ પડ્યા છે.

એમસીએક્સપર ડિસેમ્બર ૨૦૨૩ એક્સપાયરી માટે ગોલ્ડ ફ્યુચર કોન્ટ્રાક્ટ ૧૦ ગ્રામ દીઠ ૫૭,૪૨૬ પર ખુલ્યો હતો અને ઈન્ટ્રા-ડે નીચી સપાટી રૂ. ૫૬,૫૬૫ પર પહોંચ્યો હતો. આજે એમસીએક્સ પર ગોલ્ડનો ભાવ ૫૬,૭૩૪ પ્રતિ ૧૦ ગ્રામ ચાલે છે જે શુક્રવારના બંધ ભાવ રૂ. ૫૭,૬૦૦ના લેવલ કરતા લગભગ ૧.૫૦ ટકા નીચે છે.

ઈન્ટરનેશનલ માર્કેટમાં ગોલ્ડનો ભાવ લગભગ ૧૮૧૫ ડોલર પ્રતિ ઔંસના સ્તર પર છે. એટલે કે સોમવારના બંધ ભાવની તુલનામાં ૦.૩૫ ટકાનો ઘટાડો થયો છે.તેવી જ રીતે ચાંદીનો ભાવ ૬૯,૨૫૫ રૂપિયા પ્રતિ કિલોના સ્તરે ખુલ્યો હતો અને ઈન્ટ્રા ડે ૬૫,૬૬૬ પ્રતિ કિલોની નીચી સપાટી બનાવી હતી. એમસીએક્સ પર સિલ્વરનો ભાવ હાલમાં ૬૭,૨૧૦ની આસપાસ ચાલે છે જે શુક્રવારના બંધ ભાવ ૬૯,૮૫૭ કરતા આશરે ૩.૭૯ ટકા નીચે છે.

એચડીએફસી સિક્યોરિટીઝના એક અહેવાલ પ્રમાણે અમેરિકન સરકાર પહેલી ઓક્ટોબરે શટડાઉન ટાળવામાં સફળ રહી છે જેથી અમેરિકન ડોલરમાં ફરી મજબૂતી જાેવા મળી છે. યુએસ ડોલર ઈન્ડેક્સ હવે ૧૧ મહિનાની હાઈ સપાટીએ પહોંચ્યો છે જ્યારે ઈન્ટરનેશનલ તથા ડોમેસ્ટિક બજારમાં સોના અને ચાંદીનો ભાવ સાત મહિનાના તળિયે આવી ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.