Western Times News

Gujarati News

જાપાનમાં ૬.૬ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર કરાઈ

નવી દિલ્હી, જાપાનમાં ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા ૬.૬ હોવાનું કહેવાય છે. આ પછી જાપાનની હવામાન એજન્સીએ પણ સુનામીને લઈને ચેતવણી જાહેર કરી છે.

જાપાનના સમય અનુસાર ૫ ઓક્ટોબરે સવારે ૧૧ વાગ્યે ભૂકંપ આવ્યો હતો. હવામાન એજન્સીએ જાપાનના ઇઝુ આઇલેન્ડ પર ૧ મીટર ઊંચા મોજા ઉછળવાની આગાહી કરી છે, જ્યારે પૂર્વમાં ચિબા પ્રીફેક્ચરથી લઇને પશ્ચિમમાં કાગોશિમા પ્રીફેક્ચર સુધીના વિસ્તારમાં ૦.૨ મીટર સુધીના મોજા ઉછળવાની ચેતવણી આપવામાં આવી છે.

સાવચેતીના ભાગ રૂપે દરિયાકાંઠાના વિસ્તારોના લોકોને સલમાત સ્થળે ખસી જવાની સલાહ આપવામાં આવી છે. અગાઉ મંગળવારે દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૨ માપવામાં આવી હતી.

પંખા અને લાઇટ જેવી વસ્તુઓ પણ ફ્લોર પર ધ્રૂજતી જાેવા મળી હતી. નોઈડામાં ૧૦ થી ૧૫ સેકન્ડ સુધી સતત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ અને બરેલીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપથી ઉત્તરાખંડની ધરતી પણ ધ્રુજી હતી. અચાનક ધરતીકંપના આંચકાના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા.

ભૂકંપ આવવાનો સમય બપોરે ૨.૫૩ વાગ્યાનો હતો. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ મંગળવારે બપોરે ૨ઃ૨૫ વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર નેપાળમાં હતું. તેની ઊંડાઈ પૃથ્વીની સપાટીથી ૧૦ કિમી નીચે હતું. ધરતીકંપ આવવાનું મુખ્ય કારણ પૃથ્વીની અંદર પ્લેટોનું અથડામણ છે.

પૃથ્વીની અંદર સાત પ્લેટ છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટ્‌સ કોઈક સમયે અથડાય છે, ત્યારે ત્યાં ફોલ્ટ લાઇન ઝોન રચાય છે અને સપાટીના ખૂણા ફોલ્ડ થાય છે. સપાટીના ખૂણાને લીધે, ત્યાં દબાણ વધે છે અને પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. આ પ્લેટો તૂટવાને કારણે અંદર રહેલી ઉર્જા બહાર આવવાનો રસ્તો શોધી લે છે, જેના કારણે પૃથ્વી ધ્રુજે છે અને આપણે તેને ભૂકંપ માની લઈએ છીએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.