Western Times News

Gujarati News

1200 મેગાટનની એનર્જી સાથે એસ્ટરોઈડ પૃથ્વી સાથે અથડાશે?

બ્રહ્માંડમાં બીજા ૧૩ બ્રહ્માંડો પણ હોઈ શકે છે-આ એસ્ટેરોઈડ ૪ કરોડ વર્ષથી પણ પ્રાચીન હશે. તેની સાથે પૃથ્વીને ખાસ સંબંધ છે-એક એસ્ટેરોઈડ પૃથ્વી સાથે ટકરાવવાની સંભાવના

ન્યૂયોર્ક,  આ અનંત બ્રહ્માંડમાં આપણે એકલા નથી. આવા બીજા ૧૩ બ્રહ્માંડો પણ હોઈ શકે તેવું અનુમાન છે. ભારતની ૧૪ લોકની પરિકલ્પના આ સાથે યાદ આવે છે. આપણું સૌર મંડળ એક વિશાળ આકાશગંગામાં રહેલું છે. તે આકાશગંગાની સર્પાકાર વિશાળ નિહારિકાના શિર્ષ ભાગે આવેલું છે. માટે તો પૃથ્વીને શેષનાગે તેનાં મસ્તકે ટકાવી છે. તેમ કહ્યું છે.

મહામના બર્થોલ્ડ ફોનનિબ્હુરે કહ્યું છે, પુરાણ કથાઓ, લોકકથાઓ કે લોકગીતોમાં પણ સત્યો છુપાયેલાં હોય છે. જરૂર છે તેની પર રહેલાં પડ દૂર કરવાની. એસ્ટેરોઈડની વાત લઈએ તો મંગળ અને ગુરુ વચ્ચે રહેલો એક ગ્રહ તૂટી જતાં તેના ટુકડાઓ ઉપરથી વાયુ મંડળ દૂર થઈ જતાં તે ટુકડાઓ ઠરી જઈ પાષાણ સમાન બની રહ્યા.

આ પૈકીનો એક એસ્ટેરોઈડ (લઘુગ્રહ) પૃથ્વી સાથે ટકરાવાની સંભાવના રહેલી છે. તેમ નાસાના વિજ્ઞાાનીઓએ જણાવ્યું છે. આ એસ્ટેરોઈડ ૪ કરોડ વર્ષથી પણ પ્રાચીન હશે. તેની સાથે પૃથ્વીને ખાસ સંબંધ છે. તે ૧૯૯૯માં શોધાયો તેથી તેનું નામ ૧૯૯૯ આરક્યુ૩૬ અપાયું પરંતુ તે વિજ્ઞાાનીઓ પૈકી એક વિજ્ઞાાનીના પુત્રે તેના રમકડાનાં બેર જેને તે બેનું કહેતો હતો તે પરથી તે લઘુગ્રહનું નામ બેનુ રખાયું.

આ લઘુગ્રહ દર છ વર્ષે પૃથ્વી પાસેથી પસાર થાય છે. પહેલા ૧૯૯૯માં પછી ૨૦૦૫માં તે પછી ૨૦૧૧ માં પણ પૃથ્વી પાસેથી પસાર થયો હતો. આ વર્ષે પણ તે પૃથ્વી પાસેથી પસાર થવાનો છે. તેમાં જાે તે પૃથ્વીનાં ગુરૂત્વાકર્ષણ પરિઘમાં આવી જશે તો પૃથ્વી ઉપર પટકાશે અને પ્રચંડ તબાહી મચાવી દેશે. જાે કે આ સંભાવના નહીવત છે.

છતાં જાે તે પૃથ્વી સાથે અથડાશે તો ૧૨૦૦ મેગાટનની એનર્જી છોડશે. જે હજી સુધીમાં વપરાયેલા પરમાણુ શસ્ત્રો કરતાં ૨૪ ગણી હશે. તેનો આકાર ન્યૂયોર્કનાં એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગથી પણ મોટો છે. જાે કે તેમાં એવા મોલેકયુલ્સ (ઓર્ગેનિક) હોવાની શક્યતા છે કે જે દ્વારા પૃથ્વી ઉપર જીવન શરૂ થયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.