Western Times News

Gujarati News

જાણીતી ફાર્મા કંપનીના કફ અને એલર્જી સીરપનું ઉત્પાદન બંધ કરાવાયું

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનને ફાર્મા બનાવતી ૧૧૬૬ કંપનીની લેબમાંથી લીધેલા નમૂનામાં ૪૮ કંપનીની દવાઓ ઘાતક નીકળી

ભરૂચ, ગુજરાતની અંકલેશ્વરની અને તમિલનાડુની ર ફાર્મા કંપનીઓના સિરપના નમુનાઓમાં દૂષિત તત્વો જાેવા મળતા ઉત્પાદન ઉપર રોક લગાવી દેવામાં આવી છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનએ ૪૮ દવાઓને ઘાતક ગુણવત્તાની નહિ અને બનાવટી તરીકે જાહેર કરી છે.

ગુજરાત અને તમિલનાડુ સ્થિત બે ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા ઉત્પાદિત સિરપના નમૂનાઓમાં દુષિત ઈથિલિન ગ્લાયકોલ અને ડાયથિલિન ગ્લાયકોલ હોવાનું જાણવા મળ્યું છે.

નોરિસ મેડિસિન લિમિટેડને એક મહિના પહેલા તેના અંકલેશ્વર પ્લાન્ટમાં ઉત્પાદન સ્થગિત કરવાનું કહેવામાં આવ્યું હતું તમિલનાડુ સ્થિત ફોરટ્‌ર્સ લેબોરેટરીઝ દ્વારા ઉત્પાદિત પેરાસિટામોલ, ફેનીલેફ્રાઈન અને કલોસ્કેનિરામાઈન ધરાવતા કોલ્ડ આઉટ સિરપના ૩ બેચના નમૂનાઓમાં પણ બંને દૂષકો હોવાનું જણાયું હતું.

ડબલ્યુએચઓએ ઓગસ્ટમાં ઈરાકમાં સપ્લાય કરાયેલા અને તે જ કંપની દ્વારા ઉત્પાદિત દુષિત કફ સિરપના બેચ પર ચેતવણી જારી કરી હતી. ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસટ્રેશનના કમિશનર એચ.જી. કોશિયાએ જણાવ્યું હતું કે નોરિસ મેડિસિન લિમિટેડને એક મહિના પહેલા તેના અંકલેશ્વર પ્લાન્ટમાં ઉત્પાદન સ્થગિત કરવાનું કહેવામાં આવ્યું હતું. કેન્દ્ર અને રાજય સરકારની એજન્સીઓ છેલ્લા ૩ મહિનાથી એ સુનિશ્ચિત કરવા માટે મિશન પર છે કે કેટલીક કંપનીઓના કારણે ફાર્મા સેકટરમાં ભારતનું નામ વિશ્વ મંચ પર કલંકિત ન થાય.

કોશિયાએ જણાવ્યું હતું કે એફડીસીએની એક ટીમે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું અને તેમાં ઘણા જટિલ અને ગંભીર ફરિયાદો મળી હતી. જે લોકોમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે.

અંકલેશ્વર નોરિસ મેડિસીન્સને કારણ દર્શક નોટીસ જારી કરાઈ હતી અને કંપનીને એક મહિના પહેલા તાત્કાલિક અસરથી ઉત્પાદન બંધ કરવાનો આદેશ આપ્યો હતો. પ્લાન્ટ હજુ પણ કાર્યરત નથી. નિર્ધારિત ધોરણોનું પાલન કર્યા પછી જ કંપનીને ઉત્પાદન ફરીથી શરૂ કરવાની પરવાનગી આપવામાં આવશે.

સીડીએસસીઓના અહેવાલ મુજબ તેના દ્વારા અધિકૃત વિવિધ વૈધાનિક પ્રયોગશાળાઓમાં ૧,૧૬૦ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું

જેમાંથી ૪૮માનક ગુણવત્તાના નથી અને બનાવટી જણાયા હતા. નોરિસ મેડિસિન્સ લિમિટેડ દ્વારા ઉત્પાદિત ૬૬ સિરપ અને એન્ટિ-એલર્જી સિરપના બીજા બેચના નમૂનાઓ પ્રમાણભૂત ગુણવત્તાના ન હોવાનું જણાયું હતું જેમાં ૦.૧૭૧ ટકા ઈથિલિન બ્લાયકોલ અને ર.ર૪૩ ટકા ગ્લાયકોલ ડાયેથિલ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.