Western Times News

Gujarati News

ગુરુકુળના કિશોરે જ ચોકીદારની હત્યા કરી હોવાની શંકાઃ 3 ની ધરપકડ

સિકયુરીટીની હત્યા પાછળનું કારણ હજી અકબંધઃ તપાસ શરૂ

ભાવનગર, ભાવનગરના સોનગઢ ગુરુકુળ સીકયુરીટી ગાર્ડના ચકચારી હાઈ પ્રોફાઈલ મર્ડર કેસમાં પોલીસે ગણતરીના દીવસોમાં હત્યાનાં આરોપી યુનુસ શેખ અને એક કિશોરને સકંજામાં લીધા છે.

આયોજનપુર્વક કરવામાં આવેલી હત્યામાં આરોપીઓ અમરેલીથી સોનગઢ ગુરુકુળ ખાતે પહોચ્યા હતા. જયાં રાત્રીના સમયે તીક્ષ્ણ હથીયાર વડે હુમલો કરી લાશને ફેકી દીધી હતી. જાેકે હત્યા કરવા પાછળનું રહસ્ય હજી પણ અકબંધ છે.

આ કેસની વિગતો એવી છેકે, ભાવનગરના સિહોર તાલુકાના સોનગઢ ગુરુકુળમાં ઘણા લાંબા સમયથી સીકયુરીટી તરીકે ફરજ બજાવતા રઘુભાઈ ચૌહાણ નામના વ્યકિતની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા પાછળ અનેક તર્કવિર્તક લગાવવામાં આવવી રહયા છે.

પરીવારનું કહેવું છે કે, હત્યા પાછળ કરોડો રૂપિયાની જમીન હોવાનું અનુમાન છે. જયારે ભાવનગર પોલીસે ડીટેકશન કરેલ હત્યાના કેસમાં ભાવનગર એસપીનુેં કહેવું છે કે, આ હત્યા પાછળ સ્ત્રીપાત્ર જમીન અથવા પૈસાની લેતીદેતી હોઈ શકે.

જેને લઈને રઘુભાઈ ચૌહાણ નામના વ્યકિતની હત્યા કરવામાં આવી છે. જાેકે હત્યા કરનાર આરોપી યુનુસ શેખ છેલ્લા બે વર્ષથી સોનગઢ ગુરુકુળ ખાતે અવારનવાર કામ સબબ આવવાનું રહેતું હોય છે.

જાેકે હત્યા બાબતે ભાવનગર પોલીસ હજી સુધી ચીત્ર સ્પષ્ટ કરી શકી નથી. રઘુભાઈ ચૌહાણ નામના વ્યધિકતની હત્યાને લઈ અગાઉ સમગ્ર પ્લાન રચવામાં આવ્યો હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવી રહયું છે. કારણ કે ગુરુકુળ ખાતે જે દિવસે હત્યા કરવામાં આવી હતી એ દિવસે સવારથી જ સીસીટીવી કેમેરા પણ બંધ હોવાનું સામે આવ્યું છે.

જેને લઈ અનેક સવાલો પણ ઉઠી રહયા છે. પોલીસે હત્યા કરનારા આરોપીને યુનુસ શેખની જામનગરના ધ્રોલ ખાતેની ધરપકડ કરવામાં આવી છે. જયારે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને જેતપુરની ઝડપી પાડવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.