Western Times News

Gujarati News

હથિયાર લઇને ઇઝરાયલ પહોંચ્યુ USનું વિમાન

નવી દિલ્હી, હાલમાં ઈઝરાયેલ અને ઉગ્રવાદી જૂથ હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. વિશ્વના ઘણા દેશો યુદ્ધ પર પોતપોતાની રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, હમાસ અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં ૩૦૦૦ થી વધુ લોકોના મોત થયા છે અને ૮,૦૪૮ લોકો ઘાયલ થયા છે. તેમાંથી માત્ર ઈઝરાયેલમાં જ ૧૨૦૦ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ૩,૪૧૮ લોકો ઘાયલ થયા છે.

બીજી તરફ ગાઝામાં ૯૦૦ પેલેસ્ટાઈનિઓના મોત થયા છે અને ૪૫૦૦ ઘાયલ થયા છે. ઈઝરાયેલ તેની આક્રમક નીતિ મુજબ યુદ્ધ ચલાવી રહ્યું છે. તે ગાઝા પટ્ટીના માનવ વસ્તીવાળા વિસ્તારો પર સતત બોમ્બમારો કરી રહ્યું છે.

આ અંગે યુએનના માનવાધિકાર વડાએ ગઈ કાલે કહ્યું હતું કે ઈઝરાયલના હવાઈ હુમલામાં ગાઝામાં મોટા ટાવર બ્લોક્સ તેમજ શાળાઓ અને યુએનની ઈમારતો સહિત રહેણાંક ઈમારતોને નિશાન બનાવવામાં આવી છે. જેના કારણે રહેણાંક વિસ્તારને ઘણું નુકસાન થયું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડને મંગળવારે (૧૦ ઓક્ટોબર) હમાસ વિરુદ્ધ નિવેદન આપતા કહ્યું કે તે એક આતંકવાદી સંગઠન છે. તે પેલેસ્ટિનિયન લોકોના સન્માન અને અધિકાર માટે ઊભા નથી. આના પર પેલેસ્ટિનિયન જૂથે બાઇડનની ટિપ્પણીને ભડકાઉ ગણાવી હતી.

ગઈકાલે જાે બાઇડને ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી હતી અને પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી. તેમણે કહ્યું કે વિશ્વના દરેક દેશની જેમ ઈઝરાયેલને પણ ક્રૂર હુમલાનો જવાબ આપવાનો અધિકાર અને ફરજ છે. આતંકવાદીઓ જાણીજાેઈને નાગરિકોને નિશાન બનાવીને મારી નાખે છે. અમે યુદ્ધના નિયમોનું પાલન કરીએ છીએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.