Western Times News

Gujarati News

ગાઝા પટ્ટીથી ૩૦૦ કિલોમીટર દૂર લેબનોનમાં ઘડવામાં આવ્યું હતું ઇઝરાયલ પર હુમલાનું કાવતરુ

નવી દિલ્હી, ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધે ફરી એકવાર સમગ્ર વિશ્વને તણાવપૂર્ણ સ્થિતિમાં મુકી દીધું છે. આ યુદ્ધમાં મૃત્યુઆંક ૧૦૦૦ને પાર કરી ગયો છે, જેમાં ઇઝરાયેલના સૈનિકોની સંખ્યા ૧૧૫ હોવાનું કહેવાય છે.

પરંતુ શું ઈઝરાયેલ પર હુમલો કરવાની આ વ્યૂહરચના લેબનોનમાં તૈયાર થઈ હતી? ઇઝરાયેલનો દાવો છે કે હમાસ હુમલાનું આ કાવતરું લેબનોનના બેરૂતમાં ઘડવામાં આવ્યું હતું. એટલું જ નહીં, ઇઝરાયેલ પર હુમલા માટેના હથિયારો અને તમામ સાધનસામગ્રી લેબનોનથી સપ્લાય કરવામાં આવી હતી.

બાદમાં હમાસના હુમલાખોરોએ ઈઝરાયેલ પર રોકેટ છોડ્યા હતા. આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ તરફથી ઈઝરાયેલ પર રોકેટ છોડવામાં આવી રહ્યા છે. ઈઝરાયેલ પણ જવાબી કાર્યવાહીમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલા કરી રહ્યું છે. ગાઝા પટ્ટી અને પશ્ચિમ કાંઠે સ્થિતિ ખૂબ જ તંગ છે. આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ તરફથી ઈઝરાયેલ પર રોકેટ છોડવામાં આવી રહ્યા છે. ઈઝરાયેલ પણ જવાબી કાર્યવાહીમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલા કરી રહ્યું છે.

ગાઝા પટ્ટી અને પશ્ચિમ કાંઠે સ્થિતિ ખૂબ જ તંગ છે. હિઝબુલ્લાહ ખુલ્લેઆમ હમાસના સમર્થનમાં આગળ આવ્યું છે અને ઇઝરાયેલ પર હુમલા કરી રહ્યું છે. લેબનોનમાં હિઝબુલ્લાહને ઈરાન સરકારનું સંપૂર્ણ સમર્થન છે. ૫૦,૦૦૦ હિઝબુલ્લાહ હુમલાખોરો એક્ટિવ હોવાનું માનવામાં આવે છે અને તેઓ તેઓ ઇઝરાયેલ સામે મોરચો ખોલી રહ્યા છે. નોંધનીય છે કે શનિવારે સવારે હમાસે ગાઝા પટ્ટીથી શ્રેણીબદ્ધ રોકેટ હુમલા કર્યા હતા. આ હુમલા ઈઝરાયેલ પર કરવામાં આવ્યા હતા.

હમાસે હુમલાની જવાબદારી સ્વીકારી છે અને તેને ઈઝરાયેલ વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી ગણાવી હતી. હમાસે લગભગ ૨૦ મિનિટમાં ગાઝા પટ્ટી પરથી ૫,૦૦૦ રોકેટ છોડ્યા હતા. એટલું જ નહીં, તેઓએ ઈઝરાયેલમાં ઘૂસણખોરી કરી અને કેટલાક સૈન્ય વાહનોને કબજે કર્યા. આ ઉપરાંત ઈઝરાયેલના પાંચ સૈનિકોનું અપહરણ કરવામાં આવ્યું હતું.

હુમલામાં લગભગ ૫ લોકોના મોત થયા છે અને ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ સ્પષ્ટ કહ્યું હતુ કે અમે યુદ્ધના મેદાનમાં ઉતર્યા છીએ. આ કોઈ ઓપરેશન નથી. હમાસે ઈઝરાયેલ અને તેના નાગરિકો પર ઘાતક હુમલો કર્યો છે. મેં પહેલા ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓનો સફાયો કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય મોટા પાયે હથિયારો એકત્ર કરવા માટે કહેવામાં આવ્યું છે. દુશ્મનને એવી કિંમત ચૂકવવી પડશે કે તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.