Western Times News

Gujarati News

અમદાવાદમાં પેઈડ પાર્કિંગ પર પ્રોપર્ટી ટેક્ષ લેવામાં આવશે

પ્રતિકાત્મક

ફ્રી પાર્કિંગને ઉત્તેજન આપવા તેમજ પાર્કિંગ સમસ્યા હળવી કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનનો ર્નિણય

(પ્રતિનિધિ) અમદાવાદ,શહેરમાં વાહનોની સંખ્યામાં ખુબ જ મોટા પ્રમાણમાં વધારો થતો જાય છે જેના કારણે પાર્કિંગની સમસ્યા વધતી જાય છે. શહેરના ઘણા કોમ્પ્લેક્ષ તથા બીલ્ડીંગમાં અલગથી ડેઝિંગનેટેડ પાર્કીંગ એરીયા હોતો નથી તેથી પણ ટ્રાફિકની સમસ્યામાં વધારો થાય છે.

આવા સંજાેગોમાં જે મકાનોમાં અલગથી ફ્રી ડેઝીગ્નેટેડ પાર્કીંગ એરીયા હોય તેવા મકાનોને કોમ્પ્લેક્ષને વધુ પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને ર્નિણય કર્યો છે. તેમજ નવી પાર્કિંગ એરિયા પોલીસી નક્કી કરવામાં આવી છે.

આ નવી પોલીસી અંતર્ગત જાે કોઇપણ મિલકતમાં દૈનિક / માસિક / વાર્ષિક ફી અથવા ચાર્જ વસુલ લઇ જાે પાર્કીંગ કરવા દેવામાં આવે તો તેની પ્રોપર્ટી ટેક્ષની આકારણી કરવાની થાય છે, તેમજ કોઇપણ જગા પર જાે અલગથી ફી /ચાર્જ વસલ કરવામાં આવતો ન હોય અને ફ્રી પાર્કિંગની વ્યવસ્થા હોય તો તેની પ્રોપર્ટી ટેક્ષની આકારણી કરવાની થતી નથી.

મ્યુનિસિપલ રેવન્યુ કમિટી ચેરમેન જૈનિકભાઈ વકીલના જણાવ્યા મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા હાલ જી.પી.એમ.સી. એક્ટ ની કલમ ૧૪૧મ્ તથા કલમ ૧૪૧છછ મુજબ કારપેટ એરિયા પધ્ધતિથી પ્રોપર્ટી ટેક્ષની આકારણી સને-૨૦૦૧-૨૦૦૨ થી કરવામા આવે છે.

જી.પી.એમ.સી એક્ટ અન્વયે ચાર દિવાલની અંદરના તમામ ક્ષેત્રફળનો સમાવેશ કારપેટ એરિયામા થાય છે. તેમજ ખુલ્લી જ્ગ્યા અથવા શેડ ના એરિયામા ફકત ધંધાકીય અથવા ઔધોગિક વપરાશ થાય તોજ તેના ક્ષેત્રફળ કારપેટ એરિયા સમાવેશ કરવાનો થાય છે.સને ૨૦૦૧ પહેલાની જુની પધ્ધતિમા અમુક મિલકતોમા પાર્કિંગ એરિયાની પણ આકારણી કરવામા આવતી હતી.

જેના કારણે અમુક જુની મિલકતોમા પાર્કિંગ એરિયાનો સમાવેશ ટેક્ષબીલમાં થયેલ છે જેથી આવા કિસ્સાઓમાં વિસંગતતા ઉભી થતી હતી. નવી પોલિસીમાં પાર્કીંગ એરિયા વિષે નવી નીતિ નક્કી કરવામા આવેલ છે. જેના કારણે આવી તમામ વિસંગતતા દુર થશે તેમજ કરદાતાઓ જાતે જ પ્રોપર્ટી ટેક્ષની ગણતરી કરી ભરી શકશે.

અમદાવાદમાં જાે કોઈપણ મિલકતમાં પાર્કિંગ માટે ચાર્જ વસૂલવામાં આવતો હશે તો તે પાર્કિંગ એરિયા માટે મિલકત ધારકે ટેક્સ ચૂકવવાનો રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા તે પાર્કિંગ એરિયાની આકારણી કરવામાં આવશે. આકારણી મુજબ ટેક્સ ચૂકવવાનો રહેશે.

જાે મિલકત ધારક દ્વારા ફ્રી પાર્કિંગ કરવા દેવામાં આવતું હશે તો તે પાર્કિંગ એરિયા માટે આકારણી કરવામાં નહિ આવે. શહેરના વિવિધ મોલ- સિનેમા, કોમર્શિયલ બિલ્ડીંગ વગેરે જગ્યાએ જ્યાં પાર્કિંગ માટે ચાર્જ લેવામાં આવશે તે તમામ મિલકતોની આકારણી કરી

અને તેનો ટેક્સ મિલકતધારકોએ ચૂકવવો પડશે રહેઠાણ પ્રકારની મિલકતમાં પોતાના વાહન પાર્ક કરવા માટે બનાવેલ કાચા શેડની અલગથી ટેક્ષની આકારણી થશે નહી. કોમર્શીયલ મિલકતોમાં કોઇપણ પ્રકારની દૈનિક માસિક/વાર્ષિક ફી ચાર્જ લઇ જાે પાર્કીંગ કરવા દેવામાં આવે તો તેની આકારણી થશે

તથા હયાત નિતી-નિયમ મુજબ સદર તેના એરિયાઓનું કુલ ક્ષેત્રફળ ગણી તેના ૩૫ ટકા રન વે બાદ આપવામાં આવશે. કોમર્શીયલ પેઇડ પાર્કીંગ સિવાય કોઇપણ મિલકતના ભોંયરામાં અથવા ખુલ્લી જ્ગ્યામાં કવર્ડ / અનકવર્ડ ફ્રી પાર્કીંગની વ્યવસ્થા હોય તો તેની આકારણી થશે નહીં. જે મકાનો/ કોમર્શીયલ કોમ્પ્લેક્ષ ફ્રી પાર્કીંગની વ્યવસ્થા આપે છે તેને ઇન્સેન્ટીવ આપવા માં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.