Western Times News

Gujarati News

ગાઝા પાસે ૨૫૦ બંધકોને છોડાવવા ઇઝરાયલની સેનાએ કર્યું ઓપરેશન

નવી દિલ્હી, ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન, ઈઝરાયેલની સેનાએ ૭ ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓ વિરુદ્ધ હાથ ધરેલા તેના એક ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો છે. જેમાં ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સના સૈનિકો એક કમ્પાઉન્ડમાં ઘૂસીને હમાસના આતંકવાદીઓ દ્વારા બંધક બનાવાયેલા લોકોને બચાવી રહ્યા હોવાનું જાેવા મળી રહ્યું છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર બોડી ફેમ ફૂટેજ જાહેર કરતા આઇડીએફએ કહ્યું હતું કે ઇઝરાયલની સેનાએ ગાઝા સિક્યોરિટી ફેસ નજીક એક મોટું લાઇવ ઓપેરશન કરતા હમાસના આતંકીઓ દ્ધારા બંધક બનાવવામાં આવેલા ૨૫૦ બંધકોને છોડાવ્યા હતા. દરમિયાન હમાસના ૬૦થી વધુ આતંકીઓને પણ ઠાર માર્યા હતા. IDFના જણાવ્યા અનુસાર, , ‘૭ ઓક્ટોબરના રોજ, સુફા સૈન્ય ચોકી પર નિયંત્રણ મેળવવાના સંયુક્ત પ્રયાસમાં ગાઝા સુરક્ષા ફેન્સની આસપાસના વિસ્તારમાં ફ્લોટિલા ૧૩ એલિટ યુનિટ્‌સ તૈનાત કરવામાં આવ્યા હતા.

સૈનિકોએ લગભગ ૨૫૦ બંધકોને જીવતા બચાવ્યા હતા. ‘હમાસના દક્ષિણ નેવલ ડિવિઝનના ડેપ્યુટી કમાન્ડર મુહમ્મદ અબુ અલી સહિત ૬૦થી વધુ હમાસ આતંકવાદીઓ માર્યા ગયા અને ૨૬ને જીવતા પકડી લેવામાં આવ્યા હતા.

સીરિયાના સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, ઈઝરાયેલે રાજધાની દમાસ્કસ અને અલેપ્પો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હવાઈ હુમલા કર્યા છે. હુમલા બાદ રનવેને નુકસાન થયું હતું અને કામ અટકાવી દેવામાં આવ્યું હતું.

સ્થાનિક સમાચાર એજન્સી  SANAએ અહેવાલ આપ્યો છે કે, લશ્કરી અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઇઝરાયેલી સૈન્યએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઇઝરાયેલે લેબનોનના હિઝબુલ્લા સહિત તેહરાન સમર્થિત આતંકવાદી જૂથોને ઇરાનથી હથિયારોની શિપમેન્ટ રોકવા માટે એરપોર્ટ અને બંદરોને નિશાન બનાવ્યા છે. ઈઝરાયેલ સીરિયામાં સરકાર દ્વારા નિયંત્રિત વિસ્તારોમાં સેંકડો હુમલાઓ કરી ચૂક્યું છે.

ઈઝરાયેલે આ વર્ષના ઓગસ્ટના અંતમાં અલેપ્પો એરપોર્ટને પણ નિશાન બનાવ્યું હતું. હુમલામાં એરપોર્ટને ભારે નુકસાન થયું હતું. જાે કે, આની જવાબદારી ઇઝરાયેલ દ્વારા લેવામાં આવી નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.