Western Times News

Gujarati News

અફઘાનિસ્તાનમાં બોંબ વિસ્ફોટમાં મૃત્યાઆંક ૧૭ ઉપર પહોંચ્યો

નવી દિલ્હી, અફઘાનિસ્તાનના બલગાન પ્રાંતની ઝમાન મસ્જિદમાં શુક્રવારની નમાજના સમયે બ્લાસ્ટ થયો હતો. જેના કારણે ભારે નુકશાન થવાની સંભાવના છે. વિસ્ફોટમાં ૧૭ના મોત થયા છે તો ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, મસ્જિદ શિયા સમુદાય સાથે જાેડાયેલી હતી. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, આ બ્લાસ્ટ એક શિયા મસ્જિદમાં થયો હતો.

ઘટનાની જાણ થતાં જ તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામા આવ્યું હતું અને ઘાયલ અને મૃતકોને બહાર કાઢ્‌વામાં આવ્યા હતા. રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને નથી લીધી. બીજી તરફ ઈઝરાયેલના રાજદ્વારી પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો છે. ઈઝરાયેલના વિદેશ મંત્રાલયે હુમલાની પુષ્ટિ કરી છે.

મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજદ્વારીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ સ્થિર છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, બેઇજિંગમાં ઇઝરાયેલી દૂતાવાસના રાજદ્વારી પર શુક્રવારે હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજદ્વારીને શુક્રવારે શંકાસ્પદ આતંકવાદી હુમલામાં ચાકુ મારવામાં આવ્યું હતું. બેઇજિંગમાં ઇઝરાયેલના દૂતાવાસમાં કામ કરતા રાજદ્વારી પર દૂતાવાસની નજીકના વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો હતો.

આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની હાલત સ્થિર છે. ગાઝા પટ્ટી અને પશ્ચિમ કાંઠે ઇઝરાયેલના હુમલામાં મૃત્યુઆંક ૧,૫૬૯ પર પહોંચી ગયો છે, જ્યારે ૭,૨૧૨ અન્ય ઘાયલ થયા છે. પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગાઝામાં મૃત્યુઆંક ૧,૫૩૭ પર પહોંચી ગયો છે, જેમાં ૫૦૦ બાળકો અને ૨૭૬ મહિલાઓનો સમાવેશ થાય છે.

શનિવારે પેલેસ્ટિનિયન ઇસ્લામિક રેઝિસ્ટન્સ મૂવમેન્ટ (હમાસ) દ્વારા કરવામાં આવેલા મોટા પાયે ઓચિંતા હુમલાના જવાબમાં ઇઝરાયેલે હમાસ ગાઝા પટ્ટી પર હુમલો શરૂ કર્યો અને ગુરુવારે ગાઝાના વિવિધ વિસ્તારોમાં ઇઝરાયેલના હવાઈ હુમલા ચાલુ રહ્યા. ઇઝરાયલના જાહેર પ્રસારણકર્તા કાને કહ્યું કે હમાસ દ્વારા ઇઝરાયેલ પરના હુમલામાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક ૧,૩૦૦ને વટાવી ગયો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.