Western Times News

Gujarati News

પહેલા સપોર્ટ કર્યા બાદ ઇઝરાયલને કેમ વોર્નિંગ આપી રહ્યા છે અમેરિકા

નવી દિલ્હી, હમાસ સાથેના યુદ્ધમાં અમેરિકા ખુલ્લેઆમ ઇઝરાયલનું સમર્થન કરી રહ્યું છે. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડને સ્પષ્ટ કર્યું છે કે તેઓ ગાઝા પટ્ટી પર ઇઝરાયલના કબજાને સમર્થન આપતા નથી. તેમણે કહ્યું કે જાે ઇઝરાયલ ગાઝા પર કબજાે કરે છે તો તે મોટી ભૂલ હશે.

જાે કે, બાઇડને કહ્યું કે તેઓ ઇચ્છે છે કે હમાસનો સંપૂર્ણ નાશ થાય, કારણ કે હમાસ તમામ પેલેસ્ટિનિયન લોકોનું પ્રતિનિધિત્વ કરતું નથી. વાસ્તવમાં બાઇડનને એક ઇન્ટરવ્યૂમાં સવાલ કરાયો હતો કે શું તેઓ આ સમયે ગાઝા પર ઇઝરાયેલના કબજાને સમર્થન આપશે? તેના પર બાઇડને કહ્યું, મને લાગે છે કે આ એક મોટી ભૂલ હશે. મારા મતે ગાઝામાં જે બન્યું તેના માટે હમાસ જવાબદાર છે.

હમાસ તમામ પેલેસ્ટિનિયન લોકોનું પ્રતિનિધિત્વ કરતું નથી અને મને લાગે છે કે ગાઝા પર ફરીથી કબજાે કરવો ઇઝરાયેલ માટે ભૂલ હશે. અમે ઉગ્રવાદી હમાસ અને હિઝબુલ્લાહને બહાર કાઢવા માટે અંદર જઈ રહ્યા છીએ. આ એક મહત્વપૂર્ણ પગલું છે.

જ્યારે બાઇડનને પૂછવામાં આવ્યું કે શું તેઓ માને છે કે હમાસ સંપૂર્ણ રીતે નષ્ટ થાય? આના પર તેમણે કહ્યું, હા પણ પેલેસ્ટાઈન ઓથોરિટીની જરૂર છે. પેલેસ્ટિનિયન રાજ્યના માર્ગની જરૂરી છે. હમાસે ૭ ઓક્ટોબરે ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયેલ પર હુમલો કરીને બધાને ચોંકાવી દીધા હતા. હમાસ દ્ધારા હજારો રોકેટ છોડવામાં આવ્યા હતા.

એટલું જ નહીં હમાસના હુમલાખોરોએ હવાઈ, દરિયાઈ અને સરહદ દ્વારા ઇઝરાયલની સરહદમાં ઘૂસી ગયા હતા અને નાગરિકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇઝરાયલમાં ૧૩૦૦ લોકોના મોત થયા છે. જેમાં ૨૯ અમેરિકન નાગરિકોનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, હમાસે સેંકડો લોકોને બંધક પણ બનાવ્યા હતા. ત્યારથી ઇઝરાયલ ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાઓ પર હવાઈ હુમલાઓ કરી રહ્યું છે.

ઇઝરાયલના હુમલાને કારણે ગાઝામાં અત્યાર સુધીમાં ૨૬૭૦ લોકોના મોત થયા છે. ૯,૬૦૦ લોકો ઘાયલ થયા છે. હમાસના ઘણા કમાન્ડરો પણ માર્યા ગયા છે. હમાસના હુમલા બાદ બાઇડને ઇઝરાયલને સમર્થન જાહેર કર્યું છે. એટલું જ નહીં અમેરિકાએ ઇઝરાયલના સમર્થનમાં પોતાના યુદ્ધ જહાજાે અને વિમાનો પણ તૈનાત કર્યા છે. અમેરિકાએ ઈરાન સહિત અન્ય દેશોને પણ આમાં ભાગ ન લેવાની સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.