Western Times News

Gujarati News

રોડ ઉપરના લારી ગલ્લા રાખી શકાશે નહિંઃ દૂર કરવાની સૂચના અપાઈ

પ્રતિકાત્મક

મ્યુનિ. કોર્પો. દ્વારા ઈમ્પેકટની અરજીઓનો ઝડપથી નિકાલ કરવામાં આવશે

(પ્રતિનિધિ) અમદાવાદ, નવરાત્રી અને દિવાળીના તહેવાર દરમિયાન ખૂબ જ વધારે રોડ ઉપર ટ્રાફિક થાય છે જેથી દબાણોના કારણે ટ્રાફિક ન થાય તેને ધ્યાનમાં રાખીને રોડ પરના તમામ દબાણો દૂર કરવાની સૂચના આપવામાં આવી છે. રોડ ઉપરના લારી ગલ્લા રાખી અને જે પણ લોકો વેપાર કરે છે તેને રોડ પરથી દૂર કરવાની સૂચના અપાઈ છે.

રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામને નિયત કરી શકાય છે. ૧ ઓક્ટોમ્બર ૨૦૨૨ પહેલાં થયેલા ગેરકાયદેસર બાંધકામોને નિયત કરવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે.

જેમાં અમદાવાદ શહેરમાં ઇમ્પેક્ટ ફીના કાયદાની જાહેરાત બાદ આજદિન સુધી ૪૬૭૦૨ જેટલી અરજીઓ ગેરકાયદેસર બાંધકામને નિયત કરવા માટે કરવામાં આવી છે. જેમાં ૪૩,૫૨૫ જેટલી અરજીઓમાં નાગરિકો પાસે અરજીમાં જરૂરી પુરાવાઓ માંગવામાં આવ્યા છે ૫૯૧૨ જેટલી અરજીઓને મંજૂર કરવામાં આવી છે

જ્યારે ૩૮૦૦૦થી વધુઓ અરજીઓ હાલ પેન્ડિગ છે. શહેરના પૂર્વ વિસ્તારમાં દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનમાં આવતા ઓઢવ, વિરાટનગર, ગોમતીપુર, મણીનગર, લાંભા, વટવા, ઇસનપુર, વટવા જીઆઇડીસી સહિતના વિસ્તારોમાંથી સૌથી વધારે અરજીઓ આવી છે.

ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આજે મળેલી કમિટીમાં ઇમ્પેક્ટ ફીની અરજીઓ મામલે ચર્ચા કરવામાં આવી હતી. ઇમ્પેક્ટ ફીની અરજીઓના નિકાલમાં ખૂબ જ વધારે સમય લાગે છે નિયત સમયમાં અરજીઓનો નિકાલ થતો નથી.

જેથી ઝડપથી અરજીઓનો નિકાલ કરવાની સૂચના આપી છે. દર મહિને દરેક ઝોનમાંથી ૧૦૦ જેટલી અરજીઓનો નિકાલ કરવા આદેશ કરાયો છે. અત્યાર સુધીમાં દર મહિને ૭૦૦ ની જગ્યાએ ૪૫૦ જેટલી અરજીઓ થતી હતી. જેથી અરજીઓનો હવે ત્વરિત નિકાલ કરવા સૂચના આપી છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગને કોમ્યુનિટી હોલ, ચાર્જેબલ એફએસઆઇ વગેરે મળીને ૯૦૦ કરોડથી વધુની આવક છેલ્લા છ મહિનામાં થઈ છે. ચાર્જેબલ એફએસઆઇની ૮૯૧ કરોડ જ્યારે કોમ્યુનિટી હોલની ૭.૨૨ કરોડની આવક થઈ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના રિઝર્વ પ્લોટની યાદી પણ મંગાવવામાં આવી છે. જે રિઝર્વ પ્લોટ કબજે લેવાના છે તે ઝડપથી કબજાે લેવામાં આવે તેના માટે આ યાદી મંગાવી કાર્યવાહી કરવામાં આવશે.નઅત્યાર સુધીમાં રૂ. ૬૫૦ કરોડના નવ જેટલા પ્લોટ શહેરના ઉત્તર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાંથી કબજે લેવામાં આવ્યા છે.

જાે હવે કોઈપણ વ્યક્તિ ફરીથી મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ ઉપર કબજાે કરશે તો તેની સામે લેન્ડ ગ્રેબિંગ સહિતની પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી પણ કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.