Western Times News

Gujarati News

અમદાવાદ પછી વડોદરાના બિલ્ડર ગ્રુપને 31 માળના એપાર્ટમેન્ટ બનાવવાની પરવાનગી મળી

એન્જિનિયરિંગ મારવેલ -ગુજરાતમાં અમદાવાદ પછી હવે વડોદરા પણ બનશે હાઈરાઈઝ હબ

વડોદરા, અમદાવાદ બાદ વડોદરા શહેરમાં રાજયની સૌથી ઉંચી ઈમારત બનશે. વડોદરા શહેરના રોઝેટ ગ્રુપને ૩૧ માળના રહેણાંક એપાર્ટમેન્ટ બનાવવાની પરવાનગી હાલમાં જ મળી છે. અને આ વડોદરામાં આટલી મોટી ઈમારત પહેલી જ છે. After Ahmedabad, Vadodara’s Builder Group got permission to build 31-storey apartments

મલેશિયાના પ્રસિદ્ધ પેટ્રોનસ ટવીન ટાવર જેવું એક રેસિડન્સીયલ સ્કાય સ્કેપર્સ વડોદરામાં બનવા જઈ રહ્યું છે. આકાશને આંબે એવા ટવીન ટાવર્સનું કામ આગામી દિવસોમાં શરૂ થશે.

વડોદરામાં આ પ્રકારનો પ્રથમ પ્રોજેકટ હશે. ખાસ વિશેષતા એ છે કે આ પ્રોજેકટ ફ્રાન્સની મોનોલેથીક ટેકનોલોજીથી પહેલો ટાવર બનતા એક જ વર્ષનો સમય લેશે અને બીજાે ટાવર બીજા વર્ષમાં સંપૂર્ણ તૈયાર થઈ જશે. વડોદરામાં આ પ્રોજેકટ ગુજરાત રાજયમાં આર્કિટેકચરલ અજાયબી હશે.

રાજય સરકાર અને વડોદરા મ્યુનિસિપલ અને રેરા પાસેથી જરૂરી પરવાનગીઓ મળી છે. વાસણા-ભાયલી રોડ ઉપર સ્કાય સ્કેપર્સનું નિર્માણ રોઝેટ ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આલીશાન ઈમારતોમાં ૧૧પ મીટર બે ઉંચા ટાવરમાં ૧પ૦ ફલેટ અને બે માળની ૪૧ દુકાનો હશે બંને ટાવરના ર૦મા માળે એક પૂલ દ્વારા બંને ટાવરને જાેડવામાં આવશે. આ પુલમાં એક વ્યાયામશાળા અને ચાર માળનું કલબ હાઉસ અને તમામ જરૂરી સગવડો હશે.

સતત વિકસતા વડોદરા શહેરમાં ડેવલપમેન્ટ, રોજગાર, લાઈફસ્ટાઈલ તથા લકઝરી લિવિગ એક નવી ઉંચાઈ પર પહોંચશે. શહેરના લોકોને ઘર ઉપરાંત ઓપન લ્યૂઝ તથા સ્કાયબ્રિજનો અનેરો ફાયદો મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.