Western Times News

Gujarati News

મ્યુનિસિપલ શાળાના બાળકોએ નવરાત્રી ગરબાની રમઝટ બોલાવી

(પ્રતિનિધિ) અમદાવાદ, વિદ્યાર્થીઓમાં શાળા કક્ષાએથી જ સાંસ્કૃતિક મૂલ્યો વિકસે પોતાની આગવી સંસ્કૃતિ માટે ગૌરવ અનુભવે તે માટે દર વર્ષે રાસ-ગરબા સ્પર્ધા અંગેનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ

અમદાવાદની કુલ ૪૪૯ શાળાઓમાંથી શ્રેષ્ઠ રાસ-ગરબાની કૃતિની ઝોન કક્ષાની સ્પર્ધા તારીખઃ૧૩-૧૦-૨૦૨૩ રોજ યોજવામાં આવી. જેમાં ઝોન કક્ષાએ વિજેતા પ્રથમ નંબરની કૃતિ માટેની સ્પર્ધા બુધવારે શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ, વસ્ત્રાલ ખાતે રાખવામાં આવી હતી.

મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ શાસનાધિકારી લબ્ધીર દેસાઈ ના જણાવ્યા મુજબ જે પ્રસ્તુતિ લાખો રૂપિયા ખર્ચીને પણ જાેવા ન મળે એ પ્રસ્તુતી આજે મ્યુનિ. સ્કૂલ બોર્ડના બાળકોએ રજૂ કરી. આ કોઇ પ્રોફેશનલ કલાકારો નથી.

આમ છતાં પ્રોફેશનલ કરતા સહેજે પણ ઉતરતાં નથી અને માર્ગદર્શક શિક્ષકોએ કોઇ કોરિયોગ્રાફર નથી , આ તેમનો વ્યવસાય નથી છત્તાં “ઉત્તમથી સર્વોત્તમ”માર્ગદર્શન થકી બાળકોનો સર્વાંગીણ વિકાસના વાહક બન્યા. ગરબા પ્રસ્તુતીનો કાર્યક્રમ ખરેખર અદૃભૂત હતો.

ઉપસ્થિત સૌ મહાનુભાવોના મુખમાંથી સાંભળવા મળ્યું કે પ્રોફેશનલ ગૃપ કલ્ચરલ ફોરમ જેના ગરબાના વખાણ થતાં હોય છે. પરંતુ મ્યુનિ. બાળકોની આજની ગરબાની પ્રસ્તુતીએ તો તેમના કરતાં પણ ચઢિયાતી જાેવા મળી અને ભરપૂર આલ્હાદક અને રોમાંચિત વાતાવરણ ઉભુ કર્યું.

આ માટે ટીમ સ્કૂલ બોર્ડના સૌએ ભરપૂર વખાણ કર્યા હતા. ત્યારબાદ માં આદ્ય શકિતની ઉપાસનાનું મહત્વ સમજાવતા દરેક દિવસનામાં જુદા જુદા સ્વરૂપો મુજબ બાળકો દ્વારા ગરબાની રમઝટ બોલાવી. તમામ બાળકોમાં હાઈ એનર્જી લેવલ, આકર્ષક વેશભૂષા, શૃંગાર, તેમજ વાસ્તવિક તાલબધ્ધતા જાેવા મળી હતી.

રાસ ગરબા સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા શાળા પૂર્વ ઝોન ગોમતીપુર ગુજરાતી શાળા નં -૬ માટે રૂપિયા ૫૧૦૦ તથા દ્વિતીય ક્રમે વિજેતા શાળા પશ્ચિમ ઝોન વાસણા ગુજરાતી શાળા નં-૩ માટે રૂપિયા ૪૧૦૦ તથા તૃતીય ક્રમે બે શાળા વિજેતા અનુક્રમે દક્ષિણ – ૨ ઝોન બહેરામપુરા શાળા નં- ૨૨ તેમજ ઉત્તર પશ્ચિમ ઝોન ઓગણજ પ્રાથમિક શાળા માટે રૂપિયા ૩૧૦૦ રોકડમાં ઇનામ આપવામાં આવ્યું

તેમજ તમામ ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહન તરીકે રોકડ ઇનામ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા. સિગ્નલ સ્કુલના બાળકોને પ્રતીક રૂપે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં સિગ્નલ શાળાના બાળકોએ પણ ગરબાની રમઝટ બોલાવી ઉપસ્થિત સૌને મંત્ર મુગ્ધ કર્યા હતા.

આ પ્રસંગે શહેર મેયર પ્રતિભાબેન જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાગભાઈ દાણી, સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતા સહિતનના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.