Western Times News

Gujarati News

મુંબઈના બાંદ્રા ટર્મિનસ અને વેરાવળ વચ્ચે નવી ટ્રેનનો પ્રારંભ

વિવિધ ગંતવ્યો માટે પાંચ જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવશે.

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા તથા તેમની યાત્રાની  માંગને પહોંચી વળવાના હેતુથી  બાંદ્રા ટર્મિનસ અને વેરાવળ સ્ટેશનો વચ્ચે નવી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન સેવાઓ શરૂ કરી છે. ઉપરાંત, તહેવારોની સિઝન દરમિયાન યાત્રીઓની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ, બાંદ્રા ટર્મિનસ-બીકાનેર, અજમેર અને જયપુર અને વલસાડ બિકાનેર વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક ફેસ્ટિવલ વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે.

પશ્ચિમ  રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે દ્વારા જારી એક પ્રેસ વિજ્ઞપ્તિ મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

  1. ટ્રેન નંબર 19203/19204 બાંદ્રા ટર્મિનસવેરાવળ સાપ્તાહિક એક્સપ્રેસ

ટ્રેન નંબર 19203 બાંદ્રા ટર્મિનસ – વેરાવળ એક્સપ્રેસ દર શનિવારે બાંદ્રા ટર્મિનસથી 19.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13.10 કલાકે વેરાવળ પહોંચશે. આ ટ્રેન 21 ઓક્ટોબર, 2023થી દોડશે. એ જ રીતે, ટ્રેન નંબર 19204 વેરાવળ – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ દર શુક્રવારે વેરાવળથી 17.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 15.50 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 28 ઓક્ટોબર 2023થી દોડશે. આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, અંકલેશ્વર, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, સરખેજ, ધંધુકા, બોટાદ, ઢોલા, ઢસા, લાઠી, ખીજડિયા, ચિતલ, લુણીહાર, કુંકાવાવ, વાડિયાદેવલી, જેતલસર અને જૂનાગઢ સ્ટેશન પર ઉભી રહેશે.આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસના જનરલ કોચ હશે

  1. ટ્રેન નંબર 09015/09016 મુંબઈ સેન્ટ્રલઅમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ (02 ફેરા)

ટ્રેન નંબર 09015 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સ્પેશિયલ સોમવાર, 23 ઑક્ટોબર, 2023ના રોજ 23.20 કલાકે મુંબઈ સેન્ટ્રલ થી ઉપડશે અને બીજા દિવસે 07.20 કલાકે અમદાવાદ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09016 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ મંગળવાર 24 ઓક્ટોબર, 2023 ના રોજ અમદાવાદથી 22.10 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06.15 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.આ ટ્રેન  બંને દિશામાં દાદર, બોરીવલી, વાપી, વલસાડ, સુરત, અંકલેશ્વર, વડોદરા અને આણંદ સ્ટેશન પર ઉભી રહેશે.આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસના જનરલ કોચ હશે.

  1. ટ્રેન નંબર 04714/04713 બાંદ્રા ટર્મિનસબીકાનેર સાપ્તાહિક સ્પેશિયલ [16 ફેરા]

ટ્રેન નંબર 04714 બાંદ્રા ટર્મિનસ – બીકાનેર સ્પેશિયલ દર શુક્રવારે 16.00 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે 14.30 કલાકે બિકાનેર પહોંચશે. આ ટ્રેન 10 નવેમ્બર 2023 થી 29 ડિસેમ્બર 2023 સુધી દોડશે. એ જ રીતે, ટ્રેન નંબર 04713 બિકાનેર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ દર ગુરુવારે 15.00 કલાકે બીકાનેરથી ઉપડશે અને બીજા દિવસે 13.40 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 9 નવેમ્બર 2023 થી 28 ડિસેમ્બર 2023 સુધી દોડશે.

આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, સુરત, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, મહેસાણા, ભીલડી, રાણીવાડા, મારવાડ ભીનમાલ, મોદરાન, જાલોર, મોકલસર, સમધારી, લુની, જોધપુર, મેડતા રોડ, નાગૌર અને નોખા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસના જનરલ કોચ
હશે.

  1. ટ્રેન નંબર 09622/09621 બાંદ્રા ટર્મિનસઅજમેર સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ [16 ફેરા]

ટ્રેન નંબર 09622 બાંદ્રા ટર્મિનસ-અજમેર સ્પેશિયલ દર સોમવારે 11.15 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અનેબીજા દિવસે 09.10 કલાકે અજમેર પહોંચશે..આ ટ્રેન 13 નવેમ્બર, 2023 થી 1 જાન્યુઆરી, 2024 સુધી દોડશે. એ જ રીતે, ટ્રેન નંબર 09621 અજમેર – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ દર રવિવારે 06.35 કલાકે અજમેરથી ઉપડશે અને બીજા દિવસે 04.15 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 12 નવેમ્બર 2023 થી 31 ડિસેમ્બર 2023 સુધી દોડશે આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, રતલામ, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર,જયપુર અને કિશનગઢ સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસના જનરલ કોચ હશે.

  1. ટ્રેન નંબર 09724/09723 બાંદ્રા ટર્મિનસજયપુર સાપ્તાહિક સ્પેશિયલ [16 ફેરા]

ટ્રેન નંબર 09724 બાંદ્રા ટર્મિનસ – જયપુર સ્પેશિયલ દર ગુરુવારે બાંદ્રા ટર્મિનસથી 09.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06.45 કલાકે જયપુર પહોંચશે. આ ટ્રેન 9 નવેમ્બર 2023 થી 28 ડિસેમ્બર 2023 સુધી દોડશે. એ જ રીતે, ટ્રેન નંબર 09723 જયપુર – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ દર બુધવારે 08.25 કલાકે  જયપુરથી ઉપડશે અને બીજા દિવસે 04.55 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 8 નવેમ્બરથી 27 ડિસેમ્બર 2023 સુધી દોડશે.

આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, રતલામ, મંદસૌર, નીમચ, ચિત્તોડગઢ, ભીલવાડા, મંડલ, બિજયનગર, નસીરાબાદ, અજમેર અને કિશનગઢ સ્ટેશન પર  ઉભી રહેશે.આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસના જનરલ કોચ હશે.

  1. ટ્રેન નંબર 04718/04717 વલસાડબીકાનેર વીકલી સ્પેશિયલ [4 ફેરા]

ટ્રેન નંબર 04718 વલસાડ-બીકાનેર સ્પેશિયલ દર શુક્રવારે 13.00 કલાકે વલસાડથી  ઉપડશે અને બીજા દિવસે 09.00 કલાકે બિકાનેર પહોંચશે. આ ટ્રેન 27 ઓક્ટોબર 2023 થી 3 નવેમ્બર 2023 સુધી દોડશે. એ જ રીતે ટ્રેન નંબર 04717 બીકાનેર-વલસાડ સ્પેશિયલ દર ગુરુવારે 15.00 કલાકે બીકાનેરથી ઉપડશે અને બીજા દિવસે 10.50 કલાકે વલસાડ પહોંચશે. આ ટ્રેન 26 ઓક્ટોબર 2023 થી 2 નવેમ્બર 2023 સુધી દોડશે.

આ ટ્રેન બંને દિશામાં સુરત, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, મહેસાણા, ભીલડી, રાણીવાડા, ભીનમાલ મારવાડ, મોદરાન, જાલોર, મોકલસર, સમદડી, લુની, જોધપુર, મેડતા રોડ, નાગૌર અને નોખા સ્ટેશનો પર ઉભી રહેશે.આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસના જનરલ કોચ હશે.

 ટ્રેન નંબર 19203 માટે બુકિંગ શરૂ થઈ ગયું છે. ટ્રેન નંબર 19204, 09015 અને 09016 માટે બુકિંગ તત્કાલ પ્રભાવ થી અને ટ્રેન નંબર 04714, 09622, 09724 અને 04718 માટે બુકિંગ 22 ઑક્ટોબર, 2023 થી PRS કાઉન્ટર અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે.  ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, યાત્રીઓને www.enquiry.indianrail.gov.in પર જઈને ચેક કરી લેવા વિનંતી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.