Western Times News

Gujarati News

હિંમતનગર લીમ્બચ માતાજીના મંદિરે આઠમના હોમ હવન, મહાઆરતી અને મહાપુજા કરાઈ

(તસ્વીરઃ મનુભાઈ નાયી, પ્રાંતિજ) સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે નાયી વાળંદ સમાજના કુળમાતા લીમ્બચમાતાજી ના મંદિરે નવરાત્રી મહોત્સવ નિમિત્તે દરવર્ષની જેમ આસો સુદ આઠમનુ લીમ્બચમાતાજી નું હોમ હવન ધ્વજા રોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમો નું સુંદર આયોજન સમાજના પ્રમુખ બીપીનભાઈ શર્મા ઉપપ્રમુખ વિનુભાઈ નાયી મંત્રી જશવંતલાલ નાયી વગેરે દ્વારા આયોજન કરવામાં આવ્યું હતુ. Havan, Mahaarti and Mahapuja were performed at Himmatnagar Limbach Mataji temple

અડાઠમ નાયી સમાજના ગામે ગામથી લોકો કુળમાતા લીમ્બચમાતાજી ના હોમ હવન ના ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી માતાજી ના દર્શન પૂજન હોમ હવન મહાઆરતી ના કાર્યક્રમમાં જાેડાઈને ધન્યતા અનુભવી હતી. હિંમતનગર ખાતે સમગ્ર વાળંદ સમાજના કુળદેવી લીમ્બચમાતાજી નું મંદિર રામબાગ સોસાયટી ખાતે વિશાળ જગ્યામાં પ્રસ્થાપિત છે.

અહી સાક્ષાત માતાજી લીમ્બચમાતાજી બિરાજમાન છે .અને રોજેરોજ નાયી વાળંદ સમાજ ઉપરાંત તમામ સમાજના લોકો આસ્થા અને શ્રદ્ધાથી માતાજી ના મંદિરે દર્શન કરવા આવે છે.સમગ્ર સંચાલન અડાઠમ જથ નાયી કેળવણી મંડળ દ્‌ગારા કરવામાં આવે છે.વિવિધ વિવિધ ધાર્મિક કાર્યક્રમો નાં આયોજન માતાજી ના ધામે મંડળ દ્વારા કરવામાં આવે છે.

દર પૂનમે માતાજી ના મંદિરે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવે છે.અને અસંખ્ય લોકો મહાપ્રસાદ નો લાભ લે છે. આજે માતાજી ના હવનમાં લોકોએ અસંખ્ય શ્રીફળનો હોમ હવનમાં આપ્યો હતો.

હવન આહુતિ નો લાભ પણ તમામ લોકોને આપવામાં આવ્યો હતો. હવનના મુખ્ય દાતા બેરણા ના નરેન્દ્રભાઇ નાયી પરિવારે લીધો હતો.આ પ્રસંગે ગાંભોઈ પી.એસ.આઈ. દેસાઈ એ ઉપસ્થિત રહી હવનમાં આહુતિ તેમજ આરતી નો લાભ લીધો હતો. સમાજના ઈશ્વરભાઈ નાયી.

મોહનલાલ નાયી મોહનલાલ નિકોડા ડાહ્યાભાઈ અડપોદરા તેમજ સમાજના આગેવાનો વડીલો માતાઓ બહેનો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ભૂદેવો દ્વારા સ્વાહા સ્વાહા ના મંત્રોચ્ચાર થી વાતાવરણમાં આહલાદકતા ફેલાઈ હતી. ભાઈઓ બહેનોએ મંદિર પરિસરમાં ગરબા ની રમઝટ બોલાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.