Western Times News

Gujarati News

ખેડુતોની આવકમા વધારો થાય તે માટે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા આહવાન

આહવાના સેવાધામ ખાતે તાલુકા કક્ષાનો ‘કૃષિ મેળો’ યોજાયો :

આહવા: ડાંગ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023ની ઉજવણીના ભાગરૂપે, ભારત સરકારના મિલેટ ડેવલોપમેન્ટ યોજના અંતર્ગત આહવાના સેવાધામ ખાતે, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇનની અધ્યક્ષતામા આહવા તાલુકા કક્ષાનો ‘કૃષિ મેળો’ યોજવામા આવ્યો હતો.

આ અવસરે ડાંગ શ્રીમતી નિર્મળાબેન ગાઇને જણાવ્યુ હતુ કે, ભારત સરકાર દ્વારા વર્ષ-૨૦૨૩ને ‘આંતરરાષ્ટ્રીય મિલેટ્સ ઈયર’ તરીકે ઉજવવાનુ નક્કી કરવામા આવ્યુ છે. ત્યારે મિલેટસ પાકોના સ્વાસ્થ્યવર્ધક મહત્વ બાબતે લોકોમા જાગૃતિ આવે, તથા વધુમા વધુ ઉત્પાદનની સાથે તેનો વપરાશ થાય, અને ખેડુતોની આવકમા વધારો થાય તે માટે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે ખેડુતોને આહવાન કર્યુ હતુ.

ડાંગ જિલ્લાની આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરીએ પ્રાકૃતિક કૃષિની ઉપયોગીતા, પ્રાકૃતિક ખોરાક, તેમજ મિલેટ પાકોના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતુ.

આંતરરાષ્ટ્રીય હલકા ધાન્ય વર્ષ -૨૦૨૩ (મિલેટ વર્ષ) ની ઉજવણીના ભાગ રૂપે ડાંગ જિલ્લા પંચાયત આહવાની ખેતીવાડી શાખા દ્રારા નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન -TRFA યોજના હેઠળ ખેડુતોને રવિ ચણા નિદર્શન કિટ વિતરણ કરવામા આવી હતી.

આહવા ખાતે આયોજિત આ ‘કૃષિ મેળા’ મા આહવા તાલુકા પંચાયત ઉપ પ્રમુખ શ્રી કમલેશભાઈ વાઘમારે, આહવા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી વિજયભાઈ ચૌધરી, તાલુકા સદસ્ય શ્રી મુરલીભાઈ બાગુલ, જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.એમ.પટેલ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય ભગરિયા, કેવીકેના વૈજ્ઞાનિક શ્રી પ્રતિકભાઈ, તમામ તાલુકા અમલીકરણ અધિકારીઓ (ખેતી), તમામ વિસ્તરણ અધીકારી/ ગ્રામસેવકો, તથા આત્માના કર્મચારીઓ, માસ્ટર ટ્રેનર શ્રી યશવંતભાઈ, પ્રગતિશીલ ખેડૂત શ્રી કિશોરભાઈ, આહવા તાલુકાના ખેડુતો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ વેળા વિવિધ વિભાગના સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા. જેનો ખેડૂતો અને ગ્રામજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. જિલ્લાના ICDS વિભાગે ખાસ મિલેટ્સ આધારિત વાનગીઓનો સ્ટોલ્સ રજૂ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.