Western Times News

Gujarati News

SBIએ જનસુરક્ષા યોજનાને પાયાના સ્તરે વિસ્તારવા ડિસ્ટ્રિક્ટ મેનેજર્સને સશક્ત કર્યાં

·         PMJJBY અને PMSBY દ્વારા નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હેતુ

ગુરૂગ્રામ, ભારતની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)એ ગ્રામ પંચાયત સ્તરે જનસુરક્ષા યોજનાઓની પહોંચ વધારવાના હેતુથી એક વ્યાપક વર્કશોપનું આયોજન કર્યું હતું.  (SBI empowers district managers to expand Jansuraksha schemes at grassroots Level.) આ વર્કશોપમાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના બેંક અધિકારીઓ એકત્રિત થયાં હતાં, જેનો ઉદ્દેશ્ય યોગ્યતા ધરાવતા નાગરિકો વચ્ચે બે મહત્વની યોજનાઓને અપનાવવાની સુવિધા આપવા માટે લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરોને સશક્ત બનાવવાનો હતો – પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY).  આ ઝુંબેશના ભાગરૂપે  બેંકના અધિકારીઓ સમગ્ર દેશમાં દરેક  જિલ્લામાં દરેક ગ્રામ પંચાયત અને વોર્ડમાં સફળ શિબિરોનું આયોજન કરીને જાગૃતિ ફેલાવશે.

PMJJBY યોજના હેઠળ વ્યક્તિઓ જીવન વીમા કવરેજ મેળવી શકે છે, જ્યારેકે PMSBY દરેકને ₹2.00 લાખનું આકસ્મિક વીમા કવર ઓફર કરે છે. આ બધું અનુક્રમે વાર્ષિક રૂ. 436 અને રૂ. 20ના વાજબી પ્રીમિયમ ઉપર ઉપલબ્ધ છે.

આ મહત્વપૂર્ણ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસિસના જોઇન્ટ સેક્રેટરી (એફઆઇ) શ્રી પ્રશાંત કુમાર ગોયલ, એસબીઆઇના મેનેજિંગ ડાયરેક્ટર (આરબી એન્ડ ઓ) શ્રી આલોક કુમાર ચૌધરી, એસબીઆઇ કોર્પોરેટ સેન્ટર, મુંબઇ ખાતે ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝનના ચીફ જનરલ મેનેજર ડો. પી. સી. સાબૂ સહિતના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

વર્કશોપમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, ગુજરાત, નવી દિલ્હી, ઉત્તરાખંડ અને દમણ અને દીવ સહિતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના એસબીઆઇ, એસએલબીસી અને નોડલ ઓફિસર્સ (લીડ બેંક)ને સોંપવામાં આવેલા જિલ્લાઓ માટે જવાબદાર તમામ લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર (એલડીએમ) સામેલ થયાં હતાં.

આ પહેલ નાણાકીય સમાવેશીકરણ પ્રત્યે એસબીઆઇની અતૂટ કટીબદ્ધતા સૂચવે છે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસિસના જોઇન્ટ સેક્રેટરી (એફઆઇ) શ્રી પ્રશાંત કુમાર ગોયલે જનસુરક્ષા યોજના હેઠળ યોગ્યતા ધરાવતા નાગરિકોના સંપૂર્ણ કવરેજને હાંસલ કરવાના ઉદ્દેશ્ય ઉપર ભાર મૂકતાં કહ્યું હતું કે, અમારું લક્ષ્ય જનસુરક્ષા યોજના હેઠળ 100 ટકા યોગ્યતા ધરાવતા નાગરિકોને આવરી લેવાનું છે.

એસબીઆઇ ખાતે એમડી (આરબી એન્ડ ઓ) શ્રી આલોક કુમાર ચૌધરીએ સહભાગીઓને PMJJBY અને PMSBY જેવી સરકારી યોજનાઓ સહિતની બેંકિંગ સેવાઓ સમાજના દરેક વર્ગ સહિત બેંકિંગની અપૂરતી સુવિધા ધરાવતા ક્ષેત્રો સુધી પહોંચાડવા પ્રેરિત કર્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.