Western Times News

Gujarati News

83 ટકા વયસ્કોમાં રસી લેવાનું પ્રાથમિક કારણ ડોક્ટરની ભલામણ

પ્રતિકાત્મક

ધ એસોસિયેશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયા – આઇપ્સોસના સર્વે અનુસાર, ડોક્ટર્સ માને છે કે, પુખ્ત વયના લોકોના રસીકરણને અપનાવવામાં સામાન્ય માર્ગદર્શિકા મદદ કરશે

·       90 ટકાથી વધુ ડોક્ટર કહે છે કે, પુખ્ત વયના લોકોમાં રસીકરણની માર્ગદર્શિકના અભાવે તેમનામાં રસીકરણના સ્વિકાર્ય અંગેનો રસ અને સ્વિકાર્યનો અભાવ છે

·       83 ટકા વયસ્કોમાં રસી લેવાનું પ્રાથમિક કારણ ડોક્ટરની ભલામણ છે

·       ડોક્ટર્સ તેમના 50થી વધુ વર્ષની વયના માત્ર 16 ટકા દર્દીઓને જ  પુખ્ત રસીકરણની ભલામણ કરે છે

અમદાવાદ, ધ એસોસિયેશન ઓફ ફિઝિશિયન્સ (એપીઆઇ) અને આઇપ્સોસ દ્વારા તાજેતરમાં 16 શહ્રોમાં 50 વર્ષ કે તેથી વધુની ઉંમરના પુખ્ત વયના લોકો, તેમના સંભાળ રાખનારાઓ અને ડોક્ટરો પર હાથ ધરવામાં આવેલા સર્વેમાં ભારતમાં પુખ્ત ઇમ્યુનાઇઝેશનનું વિશે ઓછી જાગૃતતા શા માટે છે, તે વિશે આકર્ષક વિગતો સામે આવી છે. આ સર્વેમાં દર્શાવ્યા અનુસાર, ≥50 વર્ષની ઉંમરના 71 ટકા લોકો પુખ્ત વયના રસીકરણ માટે જાગૃતત છે, તેમાંથી ફક્ત 16 ટકા લોકો જ કોઈ પુખ્ય વયની રસી લે છે. આ રસીકરણના સ્વિકાર્ય વિશે દર્દીઓ તથા ડોક્ટર્સએ કેટલાક નોંધપાત્ર વિવિધ કારણો જણાવ્યા છે. The primary reason for 83% of ageing adults to get vaccinated is a doctor’s recommendation

મોટાભાગના સર્વે કરાયેલા ડોક્ટર્સ (90 ટકા) જણાવે છે કે, સામાન્ય માર્ગદર્શનના અભાવને લીધે દર્દીઓમાં રસીકરણ વિશે રસ અને સ્વિકાર્યનો અભાવ જોવા મળે છે. સમય મર્યાદાનો અભાવ તથા કિંમતને લીધે રસીકરણના સૂચનને ઓછા સ્વિકારશે સાથોસાથ દર્દના નિવારણ કરતા સારવારની પ્રાથમિક્તાના કારણોસર તેમના દર્દીઓ સાથે પુખ્ત રસીકરણ વિશે ચર્ચા કરતા ખચકાય છે.

જ્યારે દર્દીઓનું કહેવું છે કે, તેમના ડોક્ટર્સ તરફથી રસીકરણ વિશે કોઈ નક્કર સૂચન આવ્યું નથી, તેના લીધે તેમને પુખ્ત રસીકરણ વિશે સક્રિયપણે તપાસ કરી નથી. ≥50 (69 ટકા) ઊંમરના ઘણા પુખ્ત અને તેમનું ધ્યાન રાખનારા (76 ટકા) લોકો પુખ્ત રસીકરણ વિશે તેમના ડોક્ટર્સને પૂછતા નથી, કેમકે તેઓ માને છે કે, જો જરૂરિયાત હોય તો ડોક્ટર્સ તેમને ભલામણ કરે. પુખ્ય વયના લોકોમાં રસીકરણને કઈ રીતે સુધારવું તે વિશે પૂછવામાં આવતા, પુખ્ત ઉત્તરદાત્તા (55 ટકા) અને તેમની સંભાળલેનાર (48 ટકા) એ એવું કહ્યું હતું કે, જે રીતે કોવિડ- 19 રસીકરણ જાગૃતિને અમલમાં મૂકવામાં આવી હતી, એ જ રીતે પુખ્ત રસીકરણ વિશે જાગૃતિ અભિયાન શરૂ કરીને લોકોમાં તેને સ્વિકાર્ય કરવાની મદદ કરી શકાય.

ભારતમાં, ≥50 ની ઊંમરના 86 ટકા વૃદ્ધો પુખ્ત રસીકરણ વિશે માહિતગાર છે, પણ તેમાંથી ફક્ત 7 ટકા જ પુખ્ત વયના લોકો રસી લે છે. જો રસીકરણ વિશે સલાહ આપવામાં આવે તો, ≥50 (79 ટકા) વયના નોંધપાત્ર સંખ્યાના લોકો તેમના ડોક્ટરોની વાત પર વિશ્વાસ કરશે. સમગ્ર ડેટા પર નજર કરીએ તો, સમગ્ર દેશના સરેરાશ 16 ટકાની તુલનામાં પશ્ચિમ ઝોનના ડોક્ટર્સ 14 ટકા પુખ્ય વયના લોકોને રસીકરણની સલાહ આપે છે. પશ્ચિમ ઝોનના ડોક્ટરો પણ પુખ્ત રસીકરણ, વ્યાજબી કિંમતની પુખ્ત રસી અને માહિતીના અભાવને લીધે પ્રત્યે દર્દીઓની ગ્રહણશીલતાના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરે છે.

ડો. બંસી સાબૂ, ધ એસોશિયેશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયા કહે છે, “એડલ્ટ રસીકરણની વાત આવે ત્યારે સંભાળ રાખનારા પણ તેમાં મુખ્ય હિસ્સેદાર છે, તેઓ પુખ્તવયના લોકોમાં રસીકરણને અમલી બનાવવામાં તથા આ પ્રોગ્રામ વિશે જાગૃતતા ફેલાવવામાં મદદ કરી શકે છે. આ સર્વેમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે, ભારતમાં રસીકરણ દ્વારા રોકી શકાય તેવા રોગો જેવા કે, ધાધર અને તેની સાથે આવી શકે તેવી જટિલતા વિશેની જાગૃતતા લોકોમાં બહું ઓછી છે. પુખ્ય વયની રસી વિશે પુખ્ત વયના લોકો અને તેમની સંભાળ રાખનારાઓની ચિંતાઓને સંબોધતા કાર્યક્રમો રસીકરણના ઉપયોગમાં વધારો કરી શકે છે. પુખ્ય વયના લોકોમાં રસીકરણ વિશે સુચન આપવા માટે ડોક્ટર્સને આત્મવિશ્વાસ આપવા એક સામાન્ય માર્ગદર્શન પણ મહત્વનો વેગ આપી શકે છે, જેના માટે જરૂરી માર્ગદર્શન અને કાઉન્સિલિંગ જરૂરી છે.”

પુખ્ય વયના રસીકરણ વિશેની કેટલીક ગેરમાન્યતાઓ પણ છે, જે તેમને રસી લેતા અટકાવે છે. ઘણા (50 ટકા) લોકો એવું માને છે કે, રસીના બહુવિધ ડોઝ તેમને રસી પર નિર્ભર બનાવી શકે છે. 50 વર્ષ કે તેનાથી વધુની ઊંમરના (58 ટકા) લોકો અને તેમની સંભાળ લેનારા (62 ટકા)ને એવું લાગે છે કે, તેમના માતા-પિતા કે સાસુ-સસરા કે પોતાની જાતને રોગથી બચાવવા માટે રસી કરતા વધુ સારો ઉપાય છે તેનાથી બચવાનો છે. અમદાવાદમાં પણ 50 વર્ષ કે તેનાથી વધુ ઊંમરના 67 ટકા પુખ્ત લોકો પણ આવું જ માને છે.

ધાધર એ મહત્વનો વેક્સીન પ્રઇવેન્ટેબલ ડિસીસ (વીપીડી) છે, તેમ છતા પણ 50 વર્ષ કે તેનાથી વધુ ઊંમરના પુખ્ત લોકોમાં તેની સામે રસીકરણથી બચી શકાય તેના વિશેની જાગૃતતાનો અભાવ છે, બીજી બાજુ 50 કે તેથી વધુ ઊંમરના ધાધરના દર્દીઓ પર હાથ ધરવામાં આવેલા સર્વેમાં આ વિશેની જાગૃતતા તથા દર્દીઓની સ્થિતિ પર તેની અસર સમજાઈ. ધાધર કે હાર્પિસ ઝોસ્ટરએ અછબડાના વાયરસના પુન:સક્રિયકરણને લીધે થાય છે, જે 50 વર્ષ કે તેનાથી વધુ ઊંમરના 90 ટકા પુખ્ત વયના લોકોમાં રહેલું હોય છે. આ એક અત્યંત દર્દભરી સ્થિતિ છે, જેમાં દુ:ખાવો સપ્તાહથી લઇને મહિનાઓ સુધી રહે છે.

ધાધર વિશે કરવામાં આવેલા સર્વે અનુસાર, દેશમાં આ સ્થિતિ વિશે ઓછી જાગૃતતા છે. ધાધરના દર્દીને ધાધર અને ત્વચાની અન્ય પરિસ્થિતિ વચ્ચેનો તફાવત જાણવામાં મુશ્કેલી થાય છે, તેને પરિણામે નિદાનમાં વિલંબ થાય છે અને તેનાથી સારવાર ઓછી અસરકારક બને છે. દર્દીઓ માટે દુ:ખાવો અત્યંત પિડાદાયક હોય છે અને 72 ટકા દર્દીઓને તે થતા પહેલા ધાધર વિશેની માહિતીનો અભાવ હોય છે. જ્યારે 73 ટકા દર્દીઓને આ માહિતી નથી કે, જો તેમને ધાધર થઈ છે તો તે ફરીથી થશે. સર્વેમાં ડાયાબિટીસ અને હાયપરટેન્શન જેવી જટિલ બિમારી ધરાવતા લોકો પર કરવામાં આવેલા સર્વેમાં 66 ટકા દર્દીઓ દ્વારા એવું નોંધવામાં આવ્યું છે કે, તેઓ ધાધર માટે વધુ સંવેદનશીલ છે અને આવા દર્દીઓને રસીકરણની જરૂરિયાત વધુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.