Western Times News

Gujarati News

પાકિસ્તાને ફરી કર્યો યુદ્ધવિરામનો ભંગઃ ફાયરિંગમાં ભારતના એક જવાન અને નાગરિક ઘાયલ

જમ્મુ કાશ્મીર, આઠ દિવસમાં ફરી આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતા પાકિસ્તાને અરનિયા સેક્ટરની ભારતની તમામ આઠ ચોકીઓ પર ભારે ગોળીબાર કર્યો હતો. જેમાં BSFનો એક જવાન અને એક નાગરિક ઇજાગ્રસ્ત થયા હતા. પાકિસ્તાને ગુરુવારે મોડી રાત્રે રહેણાંક વિસ્તારોમાં પણ ગોળીબાર કર્યો હતો.

ભારતીય સૈન્યએ પણ વળતો પ્રહાર કર્યો હતો જેમાં પાકિસ્તાનની ઘણી ચોકીઓ નષ્ટ કરવામાં આવી હતી અને પાંચથી સાત રેન્જર્સ પણ માર્યા ગયા હતા. બિક્રમ પોસ્ટ પર તૈનાત કર્ણાટકના સૈનિક બાસપરાજને ગોળીબારમાં પગ અને હાથમાં શેલ સ્પ્લિન્ટર્સ વાગ્યા હતા.

તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા. પાકિસ્તાનના ૨૫થી વધુ મોર્ટાર શેલ અરનિયા, સુચેતગઢ, સઈ, જબ્બોવાલ અને ત્રેવાના રહેણાંક વિસ્તારોમાં પડ્યા છે. ભારે ગોળીબારને કારણે મ્જીહ્લએ હાઈ એલર્ટ જાહેર કર્યું છે. પોલીસે લોકોને તેમના ઘરોમાં રહેવા અને લાઇટ બંધ રાખવા જણાવ્યું છે. ૧૮ ઓક્ટોબરે થયેલા ગોળીબારમાં બે સૈનિકો પણ ઘાયલ થયા હતા.

BSF તરફથી સરહદી વિસ્તારમાં લોકોને ઈલેક્ટ્રીક બલ્બ બંધ કરવા અને ઘરમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે અને અરનિયા સહિતના સરહદી વિસ્તારમાં હાઈ એલર્ટ પર પણ મૂકવામાં આવ્યા છે. પોલીસે બોર્ડર તરફ જતા તમામ રસ્તાઓ પર બેરિકેડિંગ કરીને વાહનોની તપાસ શરૂ કરી દીધી છે. જે લોકો બહાર આવ્યા છે તેમને ઘરે પાછા ફરવાનું કહેવામાં આવી રહ્યું છે.

બીજી તરફ IBએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે પાકિસ્તાનને પણ ફાયરિંગમાં મોટું નુકસાન થયું છે. ભારતીય ગોળીબારમાં તેમના પાંચથી છ સૈનિકો માર્યા ગયા છે. અરનિયામાં ગભરાયેલા સ્થાનિક લોકોએ જણાવ્યું કે ગોળીબાર ખૂબ જ ભારે થઇ રહ્યો છે. બધા ડરી ગયા છે. લોકો બંકરોમાં છૂપાયેલા હતા. ગોળીબાર રાત્રે ૮ વાગ્યાની આસપાસ શરૂ થયો હતો. આવું દર ચાર-પાંચ વર્ષે થાય છે. દરેક વ્યક્તિ પોતપોતાના ઘરમાં છૂપાઈ જાય છે. અહીંથી બોર્ડર માત્ર દોઢ કિલોમીટર દૂર છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.