Western Times News

Gujarati News

અમદાવાદના ધારાસભ્યો-કોર્પાેરેટરોએ 8500 કરતાં વધુ બાકડા માટે માંગણી કરી

પ્રતિકાત્મક

અમદાવાદ, અમદાવાદ શહેરમાં નાગરિકોની સુવિધાઓ માટે ધારાસભ્યો અને કોર્પાેરેટરોના બજેટમાંથી બાકળા ફાળવવામાં આવે છે. શહેરના ૪૮ વોર્ડમાં બાકડા માટે લગભગ ચાર માસ અગાઉ કોર્પાેરેટરો તરફથી બજેટ ફાળવવામાં આવ્યું હતું. જેની ટેન્ડર પ્રક્રિયા પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવી છે પરંતુ કોન્ટ્રાક્ટરો તરફથી સમયસર બાકળા ન મળ્યા હોવાથી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ અંગે ખાસ તાકિદ કરવામાં આવી છે.

જ્યારે ધારાસભ્યો-કોર્પાેરેટરોએ ૮૫૦૦ કરતાં વધુ બાકડા માટે માંગણી કરી છે. મ્યુનિ. સ્ટેન્ટિંડ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણીના જણાવ્યા મુજબ શહેરના સાત ઝોનમાં ૧૫૬૯૮ બાકળા માટે ટેન્ડર કરવામાં આવ્યા છે. પરંતુ તે પૈકી માત્ર ૩૦૦ બાકળાની ડિલીવરી મળી છે. જ્યારે ૧૪૪૪૩ બાકળાની ડિલીવરી બાકી છે. મ્યુનિસિપલ ઈજનેરવિભાગ તરફથી સમયસર ઓર્ડર આપવામાં આવ્યા છતાં બાકળા મળેલ ન હોવાથી કોન્ટ્રાક્ટરોને ઝડપી ડિલીવરી માટે સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ શહેરના ધારાસભ્યો અને કોર્પાેરેટરો તરફથી કુલ ૮૭૪૫ બાકળાઓની માંગણી કરવામાં આવી છે. શહેરમાં એકરસરખી ડિઝાઈનના જ બાકળા મુકાવવામાં આવે તે માટે ટેક્સચર ફીનીશ વિકાસ બાકળા માટે ખાસ ઠરાવ કરવામાં આવ્યો હતો. તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતું.

અત્રે નોંધનીય છે કે મ્યુનિ. કોર્પાે. દ્વારા સપ્ટેમ્બર ૨૦૦૦માં બાકડા માટે ખાસ પરિપત્ર કરવામાં આવ્યો હતો. જે મુજબ જે ફુટપાથની પહોળાઈ અઢી મીટરતી વધારે હોય તે ફૂટપાથ પર જ બાકળા મુકવા તેમજ એક સ્થળે ચારથી વધુ બાકડા મુકવા નહીં. નિયમ મુજબ નોન ટીપી રોડ ઉપર બાકળા મુકી શકાતા નથી તેમ છતાં કોર્પાેરેટરો અને ધારાસભ્યો સંબંધ સાચવવા કે વોટ બેન્કને ધ્યાનમાં રાખી

તેમની મરજી મુજબ ગમે તે સ્થળે બાકળા મુકાવતાં હોય છે. ભૂતકાળમાં સ્ટીલના બાકળા બનાવવામાં આવ્યા હતા તે સમયે અનેક સ્થળે નાગરકોએ તેમના ઘરમાં બાકળાના હિંચકા બનાવીને તેનો ઉપયોગ કર્યાે હોવાના પણ કિસ્સા સામે આવ્યા હતા. જ્યારે એકદ બે કિસ્સામાં તો અમદાવાદ શહેરની બહાર પણ કોર્પાેરેટરોના નામ લખેલા બાકળા જાેવા મળ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.