Western Times News

Gujarati News

100 જેટલા ટોડલર્સએ ભાગ લીધો ઔરા ટોડલર્સની એનીવર્સરીની ઉજવણીમાં

ઔરા ટોડલર્સ દ્વારા ટોડલર્સની સાથે એનીવર્સરીની ઉજવણી કરી

અમદાવાદ, ઔરા ટોડલર્સ એક એવી પ્રિ-સ્કુલ છે જે સંપુર્ણપણે બાળકોના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિતતાને પોતાનું સર્વોત્તમ લક્ષ્ય માને છે તેને આજે પોતાની એક વર્ષની એનીવર્સરીની એક અનોખી ઉજવણી કરી હતી. કાર્યક્રમની શરૂઆત ટીમ દ્વારા ડાન્સ પર્ફોમન્સ અને  ત્યારબાદ ટોડલર્સ અને તેમની માતાઓ સાથે સ્ટેપ્સ પર્ફોમ કરીને કરવામાં આવી હતી જેમાં ૧૦૦ જેટલા ટોડલર્સએ ભાગ લીધો હતો અને દરેક ટોડલર્સને એક અનોખા એવોર્ડ દ્વારા સન્માનિત કર્યા હતાં.

ઔરામાં ૧૨ મહિનાથી ૫ વર્ષ સુધીના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે જ્યાં તેમનામાં ૪ પાસાંઓ ને ધ્યાનમાં રાખીને બાળકોમાં સમજણ કેળવવામાં આવે છે. આ ચાર પાસાં છે ઔરા ટોડલર નીશ, લેન્ગવેજ લીટરસી, કન્સેપ્ચ્યુઅલ લર્નીગ, બ્રેઈન ડેવલપમેન્ટ/એન્જીન્યરીંગ, જે જીવનની અલગ અલગ મહત્વકાંક્ષી બાબતોનો સમાવેશ કરીને તૈયાર કરવામાં આવેલ એક અભ્યાસક્રમ છે જેમાં બાળકોના સર્વાંગી વિકાસને કેન્દ્ર સ્થાને રાખવામાં આવેલ છે.

આ પ્રસંગે તેમને આશરે ૧૦૦ વિદ્યાર્થીઓ અને તેમની માતાને આમંત્રીત કર્યા હતાં. જે બે સ્લોટમાં વિભાજીત કરીને દરેક બાળકને અલગ પ્રકારના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ સ્પાર્કલિંગ સ્માઈલ, ક્યુરસ બી, ધ લીટલ બુકવોર્મ, ફેશનેબલ ટોડલર, એક્સપ્રેસીવ આર્ટીસ્ટ, ક્રીએટીવ થીંકર, હેપ્પી હેલ્પર, એક્યુબીરન્ટ હાર્ટ, સેન્સેસનલ સ્ટોરી ટેલર અને ઓસમ એથ્લેટ જેવી વિવિધ કેટેગરીઓ અંતર્ગત રાખવામાં આવી હતી.

આ પ્રસંગે વાત કરતાં પુજા શાહ – ફાઉન્ડર – ઔરા જણાવે છે કે, “જેવી રીતે નામ છે તેમજ અમે ટોડલર્સની આસપાસનું વાતાવરણ પોસીટીવ રાખવાના પ્રયાસથી આ પહેલની શરૂઆત કરી છે. દરેક બાળકને પ્રેમ અને હૂંફની જરૂર હોય છે જે તેમને પોતાના કૌશલ્યને બહાર લાવવામાં અને સાચી માનવ કુશળતા કેળવવામાં મદદ કરે છે.

દુનિયા જેમ બદલાઈ રહી છે તેમ આ બાળકો પણ બદલાઈ રહ્યાં છે અને આપણે તેમના સર્વાંગી વિકાસ માટે બદલાતા સમયને સ્વિકારવાની જરૂર છે. અમે ઔરા ટોડલર્સ ખાતે મજાનો અને સંતોષકારક અનુભવ પુરો પાડવા પર ધ્યના કેન્દ્રિત કરીયે છે સાથોસાથ તેમના માતા-પિતાને થોડા ઘણાં સરળ બદલાવ સાથે તેમના એક પેરેન્ટ તરીકેના અનુભવને વધુ સમુદ્ધ બનાવવામાં મદદ કરીયે છે.”

ઔરા ટોડલર્સે એક વર્ષની ઉજવણી સાથે ઔરા ટોડલર્સ આઈએટી પ્રોગ્રામની પણ રજૂઆત કરી હતી જે એક ઈન્ટેન્સ એજાઈલ ટ્રેનીંગ છે જે શારીરીક પ્રવૃતિઓ અને સહનશક્તિની સમજણ આપીને ટોડલર્સને શારીરીક અને માનસીક ઉત્તેજનાને સંકલનની મદદથી એકીકરણની સમજણ આપવા માટેનો એક નવીનત્તમ પ્રોગ્રામ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.