Western Times News

Gujarati News

અમદાવાદની અસારવા સિવિલની કિડની ઈન્સ્ટિટયુટમાં પોલંપોલ હોવાનો આક્ષેપ

‘અંગદાનમાં મળેલી કિડની માલેતુજારોને બેથી ત્રણ મહિનામાં જ મળી જાય છે’

(એજન્સી)અમદાવાદ, અસારવા સીવીલ કેમ્પસની ઈન્સ્ટીટયુટ ઓફ કિડની સીરીઝ એન્ડ રીસર્ચ સેન્ટરમાં ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓઅ માટે અંગદાનમાં કિડની મળે છે. તે માટે વર્ષોથી રાહ જાેતાં હોય છે, બીજી તરફ વીવીઆઈપી-માલેતુજાર દર્દીને જાેઈતા અંગ બે ત્રણ મહીનામાં જ મળી રહે છે. તેવા આક્ષેપો થઈ રહયા છે. એટલું જ નહી

પરંતુ અગાઉ વર્ષ ર૦૧૭ અને વર્ષ ર૦૦૯ના અરસામાં નિયોની ઐસીતૈસી કરીને બે વિદેશી નાગરીકીોને અંગદાનમાં મળેલી કિડની ફાળવવીને ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. આ આક્ષેપો સાથેના ગણગણાટ સાથે સમગ્ર ફાળવણી પ્રક્રિયામાં તટસ્થ તપાસ હાથ ધરાયે તેવી માગણી ઉઠી છે. સુત્રો કહે છે. કે ટ્રાન્સપ્લાન્ટ હ્યુમન ઓર્ગન એકટ પ્રમાણે કિડની કે અન્ય કોઈ અંગ દાનમાં મળે ત્યારે સૌ પ્રથમ ગુજરાતના સ્થાનીકને મળવી જાેઈએ.

જાે વેઈટીગમાં સ્થાનીક ન હોય તો દેશના અન્ય રાજયમં વ્યકિતએ પછી એનઆરઆઈ અને એ પછી વિદેશી વ્યકિતને અંગ મળવાપાત્ર હોય છે. અલબત્ત સિવીલની કિડની હોસ્પિટલમાં આ નિયમોની ઐસીતૈસી કરીને બે વિદેશી નાગરીકોને કિડની ફાળવણી કરીને ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. એપ્રિલ ર૦૧૭માં અમેરીકાના ૭૦ વર્ષીય નાગરીકીને દાનમાં મળેલી કિડની મળી હતી.એ જ રીતે નૈરોબીના ૪૮ વર્ષીય એક મહીલા દર્દીને પણ બારોબાર કિડની મળી હતી.

અત્યારે પણ વેઈટીગમાં હોય તેવા દર્દીને બદલે માલેતુજારો વીવીઆઈપી, માટે આ પ્રકારની ગોઠવણ ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહયા છે. રાજય સરકારે આ સમગ્ર મામલે તપાસ કરવી જાેઈએ તેવો પણ એક મત પ્રવર્તી રહયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.