Western Times News

Gujarati News

ગોધરા ખાતે સમસ્ત પાટીદાર સમાજ પંચમહાલ દ્વારા એકતા રેલી યોજાઇ

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૬ જન્મજયંતી નિમિતે “રાષ્ટ્રીય એકતા દિવસ” ની ઉજવણી નિમિત્તે સમસ્ત પાટીદાર સમાજ પંચમહાલ દ્વારા વિશાલ એકતા યાત્રા રેલી આયોજન કરાયું.

અખંડ ભારતના શિલ્પી અને ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ગોધરા શહેરમાં રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી, આ પ્રંસગે સમસ્ત પાટીદાર સમાજ પંચમહાલ દ્વારા આયોજિત એકતા યાત્રામાં તમામ સમાજ ને સાથે રાખી એકતાના સંદેશ સાથે ભારત ને મજબુત બનાવવા માટેના સંકલ્પના ભાગ રૂપે ગોધરા શહેરમાં વિશાળ રેલી યોજવામાં આવી હતી,

ગોધરા શહેરના ન્યુ ઇરા હાઇસ્કુલના ગ્રાઉન્ડ ખાતેથી જિલ્લા કલેક્ટર આશિષ કુમાર દ્વારા રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, આ રેલી ગોધરા શહેરના અંકલેશ્વર મહાદેવ રોડ, પાંજરાપોળ અને એલ આઇસી માર્ગ પર થઈને સરદારનગર ખંડ ખાતે પહોંચી હતી, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સુતરની આંટી અને ફૂલહાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી,

ગોધરા શહેરના સર્વ ધર્મ સમાજના વ્યક્તિઓ આ રેલીમાં જાેડાયા હતા.ગોધરા શહેરમાં નીકળેલી આ રેલીનું ભારત વિકાસ પરિષદ, જિલ્લા ભાજપ સંગઠન અને બ્રહ્મ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું,

સરદાર નગર ખંડ ખાતે આયોજિત કાર્યક્રમમાં ગોધરા ધારાસભ્ય સી કે રાઉલજી, પાલિકા પ્રમુખ સહિત વિવિધ સંગઠનોના આગેવાનો તેમજ જિલ્લા ભાજપ સંગઠન અને જિલ્લા કોંગ્રેસ સંગઠનના વિવિધ હોદ્દેદારો મોટી સંખ્યામાં જાેડાઈને સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી ભારત માતાકી જે વંદે માતરમ ના નારા સાથે સરદાર વલ્લભભાઈ પટેલની યાદ ને તાજી કરી હતી..


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.