Western Times News

Gujarati News

ક્લિપિંગ કાંડ:  કેતકી વ્યાસની જામીન અરજી અંગે હાઈકોર્ટમાં ૬ નવેમ્બરે સુનાવણી થશે

આણંદ, આણંદ જિલ્લાના ચકચારી કલેકટર કલીપીંગ કાંડમાં હાઈકોર્ટમાં મહીલા અરજદાર અને તત્કાલીન અધિક કલેકટર કેતકી વ્યાસની જામીન અરજી માટે સુનાવણી પૂર્વે વધુ એક મુદત ૬ નવેમ્બર આપવામાં આવી છે અગાઉ આણંદની ડિસ્ટ્રિકટ કોર્ટમાં જામીન અરજી ફગાવી દીધી હતી. Clipping scandal: Ketki Vyas’s bail plea will be heard in the High Court on November 6

આણંદ જિલ્લામાં કલેકટર તરીકે અગાઉ ફરજ બજાવતા ડી.એસ. ગઢવી સામે તત્કાલીન અધિક નિવાસી કલેકટર કેતકી વ્યાસ અને ચીટનીશ તથા તેના મળતીયા દ્વારા કલેકટર ઓફિસની એન્ટી ચેમ્બરમાં તેમની જાણ બહાર એક મહિલા સાથેનો કઢંગી હાલતમાં વિડીયો ઉતારી લેવામાં આવ્યો હતો. સમગ્ર બનાવ ત્યારે પ્રકાશમાં આવ્યો હતો કે જયારે આ વિડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.

જાેકે સરકારી કચેરીમાં વિડિયો ઉતારવાની ઘટના બાદ સરકાર સતર્ક બની હતી અને સમગ્ર બનાવની તપાસ એટીએસને સોંપી હતી જેમાં આ વિડિયો અધિક મહિલા કલેકટર કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી. પટેલ અને તેના એડવોકેટ મિત્ર હરીશ ચાવડા દ્વારા ઉતારવામાં આવ્યો હોવાનું ખુલ્યું હતું. આ બાબતે આણંદ શહેર પોલીસ દ્વારા ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરાઈ હતી.

દરમિયાન કેતકી વ્યાસ હાલ બિલોદરા જયારે બાકીના બે આણંદ સબજેલમાં છે. મહિલા આરોપી કેતકી વ્યાસ દ્વારા જામીન માટે આણંદ જિલ્લા કોર્ટમાં અરજી કાઈ હતી જેમાં બે મુદત પડયા બાદ ૧પમી સપ્ટેમ્બરે અરજીને ફગાવી દેવાઈ હતી આ પછી આણંદ સબ જેલમાં રહેલા બે સહ આરોપી જે.ડી. પટેલ અને તેના એડવોકેટ મિત્ર હરીશ ચાવડાએ આણંદની જિલ્લા કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી તેને પણ ગઈકાલે નામંજુર કરવામાં આવી હતી.

કેતકી વ્યાસ દ્વારા આણંદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી નામંજુર થયા બાદ હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેની સુનાવણી હાથ ધરાનાર હતી પરંતુ પોલીસે આ કેસમાં ચાર્જશીટ રજુકરી દીધું છે. જેથી પોલીસ દ્વારા વધુ ચાર કલમો ઉમેરવામાં આવી છે જેમાં આઈપીસી ૩પ૪ (સી) કે જેમાં કોઈ મહિલાની જાણ બહાર તેના ફોટા ઉતારવા તેમજ આઈપીસી ર૦૧ પુરાવાનો નાશ આઈપીસી ર૯ર અશ્લીલ વીડિયોને વાયરલ કરવા તથા એડવોકેટ હરિશ ચાવડા દ્વારા સ્ત્રીઓની વ્યવસ્થા કરી આપવા બાબતે ઈમોરલ ટ્રાફીક એકટની કલમનો ઉમેરો કરાયો છે હવે આ જામીન અરજી બાબતે તા.ર૭મી ઓકટોબરના રોજ સુનાવણી હાથ ધરાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.