Western Times News

Gujarati News

મોટી કુંકાવાવ ગામની સીમમાંથી ૩ ખેલી રોકડા ૫૮,૪૦૦ સાથે ઝડપાયા

અમરેલી જિલ્લામાં પોલીસ જુગારની બદીને નાથવા દિવસ રાત મહેનત કરી રહી છે. આ દરમિયાન મોટી કુંકાવાવ ગામની સીમમાંથી પોલીસે ત્રણ જુગારીને રોકડા ૫૮,૪૦૦ સાથે ઝડપી લીધા હતા, જ્યારે છ શકુની પોલીસને થાપ આપી ફરાર થઈ ગયા હતા.

એલસીબી ટીમે મોટી કુંકાવાવ ગામની સીમાડા તરીકે ઓળખાતી સીમમાં આવેલ જોરૂભાઇ ગભરુભાઇ જેબલીયાના વાડી ખેતરના શેઢા પાસે જાહેર વોકળામાં પૈસા પાના વડે તીન પત્તીનો જુગાર રમતાં રામકુભાઇ ગભરુભાઇ જેબલીયા, પ્રફુલભાઇ વીઠ્ઠલભાઇ ડોબરીયા, મુકેશભાઇ નાનજીભાઇ તલસાણીયાને રેઇડ દરમિયાન રોકડા ૫૮,૪૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

જ્યારે ભરત ઉર્ફે લાલો શાંતીલાલ વિરાણી, નિકુંજ ઉર્ફે ભાણો પાટડીયા, નિરવ વિજયભાઇ જોષી, ભનુભાઇ પાતાભાઇ દેસાઇ, રાજેશભાઇ કાનજીભાઇ પાટડીયા તથા ગોવિંદભાઇ સંજયભાઇ ઉર્ફે ભાકાભાઇ જયસ્વાલ ફરાર થઈ ગયા હતા. વડિયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.કે.મોરવાડીયા વધુ તપાસ કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.